ભાજપ જિલ્લા સંગઠનની મહત્વની બેઠક પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીકટ બેંક ખાતે મળી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ પ્રમુખ પ્રકાશ મોદી, મારૂતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, દુષ્યંત પટેલ, ખુમાનસિંહ વાંસિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 27 ઓક્ટોબરે લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો – આક્રોશ પદયાત્રા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર એકતા પરેડ કાર્યક્રમો અંગે ચર્ચા અપેક્ષિત હોદેદારો, આગેવાનો સાથે ચર્ચા કરાઈ હતી.
આગામી 27 ઓક્ટોબરે યોજાનારી ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો – આક્રોશ પદયાત્રા’ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર ‘એકતા પરેડ’ કાર્યક્રમો અંગે હોદ્દેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.





