ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારના આઇકોનિક માર્ગ પર ઓઇલ ઢોળાઈ જતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે.ઓઇલના પગલે રસ્તો લપસણો બનતાં અનેક વાહનચાલકો પોતાનાં વાહનો પરનો કાબૂ ગુમાવી પટકાયા. આ ઘટનામાં ઘણા વાહનચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

શક્તિનાથ વિસ્તારના આઇકોનિક માર્ગ પર અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે વાહનચાલકોમાં ચિંતા જોવા મળી. અન્ય વાહનચાલકો પણ અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા હતી. આથી, માર્ગ પરથી ઓઇલ દૂર કરી રસ્તો સુરક્ષિત બનાવવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્ર પગલાં લે તેવી લોકો માંગ કરી રહ્યા છે.





