ત્તર પ્રદેશની રાજધાની લખનઉના હઝરતગંજ વિસ્તારમાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં અવધ ગ્રીન એપાર્ટમેન્ટના ચોથા માળેથી સંદિગ્ધ પરિસ્થિતિમાંથી પડીને 27 વર્ષના યુવાન રેસ્ટોરન્ટ વેપારી શિવા શર્માનું દર્દનાક મોત થઈ ગયું. મૃતક શિવા વંદે માતરમ ચિકન અને આંગન નામથી રેસ્ટોરન્ટ ચેનનો માલિક હતો. મૃતકની માતાએ તેની ગર્લફ્રેન્ડ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએંસર શ્રદ્ધા દુબે પર હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પરિવારનો દાવો છે કે છેલ્લા ચાર મહિનાથી લિવ ઈનમાં રહેતી ગર્લફ્રેન્ડ તેને સતત ત્રાસ આપી રહી હતી. પોલીસે ફરિયાદ નોંધી આ મામલાની તપાસ શરુ કરી દીધી છે.
રાજધાની લખનઉના હઝરતગંજ વિસ્તારમાં બાલૂ અડ્ડા નજીક આવેલા અવધ ગ્રીન એપાર્ટમેન્ટમાં શુક્રવાર રાતે એક હચમચાવી નાખતી ઘટના સામે આવી, જ્યાં શંકાસ્પદ પરિસ્થિતિમાં ચોથા માળેથી પડીને એક યુવા રેસ્ટોરન્ટ વેપારી શિવા શર્માનું મોત થઈ ગયું. આ મામલાએ આખા શહેરમાં સનસનાટી ફેલાવી દીધી છે. પોલીસ પ્રશાસન સામે હવે કેટલાય વણઉકેલ્યા સવાલો આવી રહ્યા છે.
મૃતકની ઓળખ લખઉના 27 વર્ષિય શિવા શર્મા તરીકે થઈ છે. તે વંદે માતરમ ચિકન અને આંગન રેસ્ટોરન્ટ ચેનનો માલિક હતો. તે એક કેફે પણ ચલાવતો હતો. પોલીસના હવાલેથી જાણવા મળ્યું છે કે શિવાને આ દુર્ઘટના બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. ઘટના બાદથી આખા વિસ્તારમાં અલગ અલગ વાતો થઈ રહી છે.
આ આખી ઘટના સામે આવ્યા બાદ મૃતક શિવા શર્માની માતા રંજના શર્માએ તેની ગર્લફ્રેન્ડ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએંસર શ્રદ્ધા દૂબે પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે શિવા છેલ્લા ચાર મહિનાથી શ્રદ્ધા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. માનો આરોપ છે કે યુવતી સતત તેને માનસિક રીતે ત્રાસ આપી રહી હતી.
પરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અનુસાર, શ્રદ્ધા દૂબે હંમેશા શિવાને ખોટા કેસમાં ફસાવવા અને જેલમાં મોકલવાની ધમકી આપતી હતી. તે ઈચ્છતી હતી કે શિવા પોતાનો ધંધો છોડી તેના કંટ્રોલમાં રહે, જેના માટે તેણે અલગ અલગ રીતે બ્લેકમેક કરવાની પણ કોશિશ કરી. પરિવારે એવો પણ દાવો કર્યો કે થોડા દિવસ પહેલા યુવતીએ તેની દુકાન પર આવીને ધમકી પણ આપી હતી.
ઘટનાની રાતે એટલે કે શુક્રવારે લગભગ 7 વાગ્યે પરિવાર પાસે એક ફોન આવ્યો. ફોન કરનારા ખુદને શ્રદ્ધાની બહેનનો ડ્રાઈવર આદિલ તરીકે ગણાવ્યો અને કહ્યું કે શિવાની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છીએ. ત્યાર બાદ પરિવારને ગુમરાહ કરવા માટે અલગ અલગ હોસ્પિટલોના ચક્કર કપાવ્યા.
જ્યારે પરિવારના સભ્ય કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટી પહોંચ્યા તો ત્યાંનો નજારો જોઈ હોશ ઉડી ગયા. ત્યાં હાજર શ્રદ્ધા દુબે અને તેના અન્ય સાથી શિવાની લાશને દેખાડી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ પાસે ઊભા લોકો તેને એકલા છોડી તરત ભાગી ગયા હતા.
મૃતકના શરીરને જોઈ પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારનો દાવો છે કે, શિવાના શરીર પર ખાલી અંડરવિયર હતી અને ચહેરા પર મેકઅપ લગાવેલો હતો. આ ઉપરાંત તેના શરીર પર ગંભીર ઈજાના કેટલાય નિશાન પણ હતા. જે કોઈ દુર્ઘટના નહીં પણ ક્રૂરતાપૂર્વક મારપીટ કરવા તરફ ઈશારો કરે છે.
પરિવારે જણાવ્યું કે, શિવાની બંને આંખો, જડબું અને પાંસળીઓ તૂટેલી હતી. શરીર પર સિગરેટના ડામ હતા. મૃતકની બહેન આસ્થાએ પણ મીડિયા અને પોલીસને જણાવ્યુ કે, તેમણે બંને વચ્ચેની વોટ્સએપ ચેટ જોઈ છે. જેમાં સતત ઉત્પીડનના પુરાવા મળે છે.
આ મામલામાં હઝરતગંજ પોલીસે એક્શન લેતા મુખ્ય આરોપી શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ દુબે અને ડ્રાઈવર આદિલ અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ ગંભીર ધારામાં ફરિયાદ નોંધી લીધી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તમામ નામજોગ આરોપીઓને શોધી રહ્યા છીએ.
એસીપી હઝરતગંજ રજનીશ વર્માએ મીડિયાને જાણકારી આપી છે કે પોલીસ આ વાતની ટેકનિક અને વૈજ્ઞાનિક તપાસ કરી રહી છે કે ચોથા માળેથી પડવા પાછળ અસલી પરિસ્થિતિ શું હતી. પોલીસ એવું પણ ખંગાળી રહી છે કે શું શિવાને ધક્કો મારીને નીચે પાડી દીધો કે પછી તેની પાછળ કોઈ અન્ય કાવતરું હતું.





