ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ન્યુ અલ-બેઇક શીક પરાઠા નામની રેસ્ટોરન્ટમાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ રેસ્ટોરન્ટના ડીપ ફ્રીજમાંથી 10 કિલો ગૌમાંસ જપ્ત કરી સેમ્પલ પૃથ્થકરણમાં મોકલતાં તેના રિપોર્ટ પોઝીટીવ આવતાં રેસ્ટોરન્ટના બે સંચાલકો તેમજ તેમને ગૌમાંસ સપ્લાય કરનાર ખાતકી વિરૂદ્ધ પશુઘાતકી પણાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને ચોક્કસ બાતમી મળી હતી કે, શીફા ત્રણ રસ્તાથી મનુબર ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ન્યુ અલ-બેઇક સીક પરાઠા નામની નોનવેજ રેસ્ટોરન્ટમાં ગૌમાંસનું વેચાણ થાય છે. જેના પગલે તેમણે તેમની ટીમ તેમજ ભરૂચ પશુ દવાખાનાના પશુચિકિત્સક ડો. સાજીદ વોરા સાથે હોટલમાં રેડ કરી હતી. રેસ્ટોરન્ટના માલિક બસારતઅલી કુરબાનઅલી શેખ (રહે. ધોબી તળાવ, મસ્જીદની બાજુમાં, મુળ રહે. ગુલાલપુર ગામ યુપી) હોવાનું માલુમ પડ્યું હતું.

પોલીસ ટીમે હોટલમાં ચેકિંગ કરતાં અંદર આવેલાં એક ડીપ ફ્રીજમાં પશુમાંસ તેમજ માંસનો ખીમો તેમજ ચરબી અને લીવર પડેલું જણાયું હતું.જેથી તેમણે તમામ જથ્થાના 4 સેમ્પલો મેળવી તે તપાસ અર્થે સુરત ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં. જેનો રિપોર્ટ આવતાં માલુમ પડ્યું હતું કે, 4 પૈકી 3 સેમ્પલમાં મોકલાવેલું માંસ ગૌમાંસ હતું. જેના પગલે પીઆઇએ રેસ્ટોરન્ટના સંચાલક બસારતઅલી કુરબાનઅલી શેખની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેના મોટા ભાઇ અસરફઅલી કુરબાનઅલી શેખે શહેરના ભઠીયારવાડ ખાતે અસ્લમ કુરેશી નામના એક શખ્સ પાસેથી ગૌમાસ લાવ્યો હતો.જેના પગલે પોલીસે ન્યૂ અલ-બેઇક રેસ્ટોરન્ટના બન્ને માલિક ભાઇઓ તેમજ ખાતકી વિરૂદ્ધ આઇપીસીની કલમ 429 તેમજ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ તથા પશુઘાતકી પણા અધિનિયમ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here