દુનિયાનો એક એવો પણ દેશ છે, જ્યાં મોટાપો સુંદરતાનો માપદંડ છે. આ દેશમાં કેટલીય અજીબોગરીબ પરંપરાઓ છે. અહીં ડિવોર્સની માર્કેટ પણ ભરાય છે. અહીં તલાક ખાલી મૌખિક થાય છે. તલાકને ખુશીની ક્ષણ માનવામાં આવે છે. આ દેશમાં છૂટાછેડા લીધેલી મહિલાઓ સાથે લગ્ન કરવાનો રિવાજ છે. આ દેશ કયો છે, ક્યાં આવેલો છે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ…

આફ્રિકી મહાદ્વીપના પશ્ચિમી ભાગ પર વસેલા દેશ મોરિટાનિયા કોઈ અજાયબીથી કમ નથી. આ દેશ સહારા રણ, ઈસ્લામિક ઈતિહાસ, પ્રાચીન સંસ્કૃતિ માટે દુનિયાભરમાં ઓળખાય છે. અહીં કેટલાય પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. આ દેશનો મોટો ભાગ રણપ્રદેશ છે. અહીંની વસ્તી 60 લાખની આસપાસ છે. આ દેશની રાજધાની નુઆકશોત છે. અટલાંટિક મહાસાગરના તટ પર વસેલું આ શહેર સૌથી વધારે ફેમસ છે. આ દેશનું સૌથી મોટું શહેર છે. દેશની એક તૃતિયાંશ વસ્તી આ શહેરમાં રહે છે. 14 લાખથી વધારે લોકો આ શહેરમાં રહે છે.

આ એક ઈસ્લામિક દેશ છે. વિશ્વ પ્રસિદ્ધ ચિંગુએટી મસ્જિદ પણ આ દેશમાં આવેલી છે. 1958 સુધી આ ખાલી એક નાનું એવું માછીમારોનું ગામ હતું. મોરિટાનિયામાં ફ્રાન્સનું શાસન હતું. 1960ની આસપાસ આઝાદી મળી. અહીંના લોકો ગામડામાં સહારા રણની વચ્ચે ટેન્ટ લગાવીને રહે છે. અહીં ગુલામીની પ્રથા 2007 સુધી રહી. અહીં ઊંટ ખૂબ પાળવામાં આવે છે. આને ઊંટોનો દેશ પણ કહેવાય છે.

મોરિટાનિયાની વસ્તીના 30 ટકા ભાગ ગરીબી રેખાથી નીચે જીવન જીવે છે. આ દેશમાં તેલ-પ્રાકૃતિક ગેસનો અઢળક ભંડાર છે. દેશ પ્રાકૃતિક ખજાનાથી ભરેલો છે. લોખંડ, સોનું, તાંબુ, જિપ્સમ, ફોસ્ફેટ બધું જ છે, પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ કુદરતી ખજાનો પણ ગરીબી મિટાવી શક્યો નથી.

મોરિટાનિયામાં કોઈ પણ શખ્સ ગમે તેટલા લગ્ન કરી શકે છે. તલાક આપી શકે છે. અહીં જે મહિલા તલાક લે છે, તેને સુંદર અને સમજદાર માનવામાં આવે છે. અહીં જે મહિલાઓ મોટી હોય છે, તેને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. અહીં સુંદરતાનું માપદંડ મોટાપો છે. જે મહિલાઓ મોટી હોય છે. માનવામાં આવે છે કે તે ખાતા-પીતા ઘરની છે. આર્થિક રીતે સક્ષમ છે. આમ તો આ દેશમાં મહિલાઓ બજાર-હાટમાં સામાનની માફક વેચાતી દેખાય છે. અહીં લગ્ન પણ આજીવિકાનું એક માધ્યમ છે.

અહીં બકરા ઈદ, માલિક અલ નબી જેવા તહેવાર પણ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દેશની હેન્ડમેડ વસ્તુઓ આખી દુનિયામાં ફેમસ છે. બહુ મોંઘી વેચાય છે. અહીં જૂના જમાનાનો સામાન પણ મળે છે. આ દેશ સહેલાણીઓનું દિલ જીતે છે. અહીંની મહેમાનગતિ ખૂબ ફેમસ છે. પુદીનાની ચા પણ મળે છે. દુનિયાના સૌથી મોટા જહાજોનું કબ્રસ્તાન પણ અહીં આવેલું છે. અહીં સૌથી લાંબી ટ્રેન પણ જોવા મળે છે. આ ટ્રેનમાં 200થી વધારે કોચ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here