ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દેશવ્યાપી ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રથી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) ના પ્રમુખ પદાધિકારી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સભ્ય તેમજ દક્ષિણ ઝોનના “ વોટ બચાવો દેશ બચાવો” ના ઈન્ચાર્જ શ્રીમતી ચારૂલતા ટૉક્સ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સભ્ય તેમજ દક્ષિણ ઝોનના “ વોટ બચાવો દેશ બચાવો” ના ઈન્ચાર્જ શ્રીમતી ચારૂલતા ટૉક્સે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. તેમણે ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાનના હેતુઓ સમજાવતાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા અને મતાધિકારના રક્ષણ અંગે જનજાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી આયુક્ત તરીકે જ્ઞાનેશ કુમાર ત્યાં બેઠા છે, ત્યાં સુધી ન્યાયી ચૂંટણી શક્ય નથી, કારણ કે તેઓ માત્ર વર્તમાન શાસકોના કહેવા પર જ ચૂંટણી પ્રક્રિયા ચલાવી રહ્યા છે. કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે જ્ઞાનેશ કુમારને તાત્કાલિક હટાવવામાં આવે, ચૂંટણી આયોગની નિમણૂક પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવે, કાનૂન બદલવામાં આવે અને જેમણે પણ ખોટું કામ કર્યું છે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.
અંતમાં તેમણે જણાવ્યું કે આગામી તા.૧લી નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે વિશાળ દેશવ્યાપી રેલીનું આયોજન થનાર છે. જે બાદ સમગ્ર ગુજરાતમાં વોટ રક્ષકની નિમણુંક પણ કરવામાં આવશે અને બૂથદીઠ ‘ચોપાલ મીટીંગો’ યોજીને જનજાગૃતિ ફેલાવવામાં આવશે
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ આ પત્રકાર પરિષદમાં કોંગેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુભાઇ ફડવાલા,ભરૂચ કોંગેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તેમજ મનોહરભાઇ સહિત પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થીત રહ્યા હતા.





