ભરૂચ જિલ્લાના થામ ગામમાં નાની કેનાલ પાસે આશરે ૮ ફૂટ લાંબો અજગર દેખાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

આઅંએગે RFO દિવ્યા ચૌધરીનો ફોન મળતાં રેસ્ક્યુ માટે પ્રકૃતિ સંરક્ષણ ચેરીટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમના રમેશ દવે અને જયરામ ગલચર સ્થળ પર પહોંચ્યા હતા, અને આ ટીમે સાવચેતીપૂર્વક અજગરને પકડી સલામત સ્થળે છોડ્યો હતો. આ કામગીરી દરમિયાન વન્યજીવને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી.

આ સાથે વન્યજીવ રહેણાક વિસ્તાર કે જાહેર સ્થળે દેખાય તો તેને પકડવાનો કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવા અપીલ પણ કરવામાં આવી હતી. જો કોઇ વન્યજીવ કે સરીસૃપ દેખાય તો વન વિભાગ અથવા તાલીમબદ્ધ રેસ્ક્યુ ટીમને જાણ કરવાનું પણ જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here