ઇન્સ્ટાગ્રામ મારફતે થયેલા સંપર્ક બાદ ત્રિપુરાની સગીરા મહારાષ્ટ્રના પરિણીત યુવક સાથે ભાગીને અંકલેશ્વર આવી પહોંચતાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે ફરિયાદ નોંધાયા બાદ ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. મોબાઇલ લોકેશન અને કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)ના આધારે બંને અંકલેશ્વરમાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ત્રિપુરા પોલીસની ટીમે અંકલેશ્વર GIDC પોલીસની મદદથી બંનેને ઝડપી પાડ્યા હતા.


ત્રિપુરાની સગીરાનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે મહારાષ્ટ્રના જલગાંવના યોગેશ સાવલે સાથે સંપર્ક થયો હતો. યુવક પરિણીત હોવા છતાં અને પુણેમાં રહેતો હોવા છતાં સગીરાને લલચાવી-ફોસલાવીને પોતાની સાથે અંકલેશ્વર લઈ આવ્યો હતો. અંકલેશ્વરમાં યુવકના પરિવારજનો રહેતા હોવાથી તે ત્યાં રોકાયો હતો. બીજી તરફ સગીરા ગુમ થયાની ફરિયાદ મળતાં ત્રિપુરા પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
ટેક્નિકલ તપાસ દરમિયાન બંને અંકલેશ્વરમાં હોવાનું જાણવા મળતાં ત્રિપુરા પોલીસે સ્થાનિક GIDC પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ અંગે જાણ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસ મથકના PI આર.એમ. વસાવા પોલીસ ટીમ સાથે યુવકના ઘરે પહોંચ્યા હતા. પોલીસે સ્થળ પરથી યુવક અને સગીરાને કબજે લઈ પોલીસ મથકે લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સગીરા અને યુવકને ત્રિપુરા પોલીસના હવાલે કર્યા હતા. ત્રિપુરા પોલીસની ટીમ બંનેને આગળની કાર્યવાહી માટે પોતાના રાજ્યમાં લઈ જવા રવાના થઈ હતી. આ સમગ્ર તપાસમાં મોબાઇલ લોકેશન અને કોલ ડિટેઇલ રેકોર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ કડી સાબિત થયા હતા. ટેક્નિકલ તપાસ અને સ્થાનિક પોલીસના સહયોગથી જ સગીરાને શોધી કાઢવામાં સફળતા મળી હતી. મથકના PI આર.એમ. વસાવા ટીમ સાથે યુવકના ઘરે પહોંચ્યા. પોલીસે યુવક અને સગીરાને પોલીસ મથકે લાવી જરૂરી કાર્યવાહી કરી. ત્યારબાદ સગીરાને ત્રિપુરા પોલીસને સોંપવામાં આવી. ત્રિપુરા પોલીસ આગળની કાર્યવાહી માટે રવાના થઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here