ભરૂચમાં માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રીની ભવ્ય ઉજવણીને આખરી ઓપ અપાઇ ચૂક્યો છે ત્યારે છેલ્લા ૧૦ વર્ષથી અયોધ્યા નગરમાં શ્રી સંતોષીમાતા યુવક મંડળ માતાજીના ગરબાનું આયોજન કરે છે .જેના ભાગ રૂપે શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા તારીખ 10/10/2026 ને શનિવાર ના રોજ અયોધ્યાનગર સંતોષીમાતા ગરબા ગ્રાઉન્ડ ખાતે પ્રી નવરાત્રી નું આયોજન કરવામાં આવેલ છે તો ભરૂચ ના ગરબારસિકો નું શ્રી સંતોષી માતા યુવક મંડળ તરફથી ભાવભીનું આમંત્રણ પાઠવામાં આવે છે.

નવરાત્રિ ને શરૂ થવાના કલાકો ગણાય રહ્યા છે ત્યારે ભરૂચમાં પણ માતાજીની આરાધના કરવા યુવાધન થનગની રહ્યું છે.સામાન્ય રીતે કોઇ પણ કાર્યક્રમ યોજતા પહેલા તેનું રીહલ્સર કરવામાં આવે છે તેમ ભરૂચમાં પણ અયોધ્યા નગર ખાતે શ્રી સંતોષીમાતા યુવક મંડળ દ્વારા આજે પ્રિ નવરાત્રીનું આયોજન થનાર છે, જેમાં સર્વે ને ટ્રેડીસ્નલ ડ્રેસમાં સજ્જ થઈ મન મુકી ગરબા ગાવા અને માણવા પધારવા જણાવાયું છે.





