ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામની મતદાર યાદીમાં બોગસ નામ હોવાનો આક્ષેપ થયો છે. ગ્રામજનોએ યાદીની તપાસ કરીને ખોટી રીતે નોંધાયેલા નામ દૂર કરવાની માંગ સાથે ઝઘડિયા મામલતદારને લેખિત રજૂઆત કરી છે.

કનૈયાભાઈ જીવાભાઈ વસાવા સહિતના ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું કે મતદાર યાદીમાં કેટલાક લોકોનાં નામ અને વિગતો અંગે શંકા છે. નામ નોંધતી વખતે આધારકાર્ડ, રેશનકાર્ડ, જન્મના પુરાવા અને લાઇટ બિલની યોગ્ય તપાસ થઈ હતી કે નહીં, તે ચકાસવાની માંગ કરી છે.

રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે કેટલાક નામ જરૂરી વિગતો અને પુરાવાની ખરાઈ કર્યા વિના યાદીમાં ઉમેરાયા હોવાની શંકા છે. ગ્રામજનોએ નિષ્પક્ષ તપાસ કરીને નિયમ વિરુદ્ધ નોંધાયેલા નામો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કેટલાક મતદારોની નોંધણી તેમના વોર્ડમાં યોગ્ય રીતે થઈ નથી અને યાદીમાં ખોટા વોર્ડની નોંધણી થઈ હોવાની વાત પણ રજૂઆતમાં કરવામાં આવી છે. આ અંગે તપાસ કરીને ન્યાય આપવા ગ્રામજનોએ માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here