ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પાવન સલિલા મા નર્મદા નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ મંગલમઠ કબીર આશ્રમ અને વેરાઈ માતાજીના મંદિર ખાતે આજે કાર્તિક પૂનમના પાવન પર્વની અત્યંત ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ પવિત્ર અવસરે મંગલમઠ કબીર આશ્રમના ગાદીપતિ મહંત શ્રી ૧૦૦૮ ચેતનદાસ સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે ઉપસ્થિત કબીર સંપ્રદાયના તમામ અનુયાયીઓને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌનું આવનારું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નિરોગીમય રહે તેવા મંગલમય આશીર્વાદ આપ્યા હતા.

કાર્તિક પૂનમના ઉપલક્ષ્યમાં આશ્રમ પરિસરમાં ભવ્ય મહાઆરતી તેમજ મહાપ્રસાદ (ભંડારા)નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સૌ ભક્તોએ મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here