ભરૂચ વિધાનસભા ભાજપના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત નુતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં વિરાટ મેદની વચ્ચે 2027 માં પાંચેય બેઠકો પર અજેય લીડનો વિશ્વાસ વ્યક્ત કરાયો.

ગુજરાતની 182 વિધાનસભામાં એકસાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાજપનું નુતનવર્ષ સ્નેહમિલન યોજાયું હતું. ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને મહાનુભવોની ઉપસ્થિતિમાંમાં 153 ભરૂચ વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહમિલન સંપન્ન થયું.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને સૌ કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સાથે જ ગુજરાતીઓને નુતનવર્ષ અને દિપાવલીની શુભેચ્છા પાઠવી.

સંમેલનને સંબોધતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી. સાથે આગામી 2027 ની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર અજેય લીડ સાથે ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડએ એક સામાન્ય બૂથ કાર્યકર્તાથી લઈને જિલ્લા પ્રમુખ સુધીની જવાબદારી માત્ર ભાજપ જેવા સંગઠનમાં જ શક્ય હોવાનું જણાવ્યું. કાર્યકર્તાઓ અને જનતાના ઉત્સાહથી સંમેલનમાં ખુરશીઓ પણ ઓછી પડી હોવાની ખુશી તેમણે વ્યક્ત કરી.

ભરૂચ ભાજપ સ્નેહમિલન સમારોહમાં મહાનુભવો પ્રકાશ મોદી, ભરતસિંહ પરમાર, દુષ્યંત પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, નિરલ પટેલ, મારૂતિસિંહ અટોદરિયા, જતીન શાહ, ખુમાનસિંહ વાસીયા, ધર્મેશ મિસ્ત્રી, દેવેન્દ્ર વસાવા, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here