ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા શાલીમાર કોમ્પ્લેક્સ પાસેની એક શોપિંગનો જૂનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાને કારણે આસપાસના દુકાનદારોમાં ભય ફેલાઈ ગયો હતો.


ભરૂચના ભીડવાળા સ્ટેશન રોડ પર આ શોપિંગનો નબળો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કે કોઈ મોટું નુકસાન થયું નથી.
શહેરના આ ભીડવાળા વિસ્તારમાં આવેલી આવી જૂની મિલકતોને કારણે રાહદારીઓ અને વેપારીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. આવી મિલકતોની સમયસર તપાસ કરીને જરૂરી સુરક્ષા પગલાં લેવાની માંગ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here