ભરૂચ જિલ્લાના તાપમાનમાં આવેલા વધારા બાદ હવે ફરી તાપમાન ધીરે ધીરે ઘટી રહ્યું છે. ગત રોજના મહત્તમ તાપમાન કરતાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. બપોરના સમયે ગરમી પણ અનુભવાઈ હતી.
હાલ ચાલી રહેલા ઠંડા-ગરમ વાતાવરણને કારણે વાઇરલ ઈન્ફેક્શનના કેસો વધુ જોવા મળી રહ્યા છે. આમ, જિલ્લામાં દિવસ દરમિયાન ખુલ્લા આકાશ સાથે મહત્તમ તાપમાન ઘટીને 33 ડિગ્રી રહ્યું હતું. લઘુત્તમ તાપમાન રાત્રિ દરમિયાન 23 ડિગ્રી રહ્યું હતું.


પવનની ગતિ ઘટીને 13 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. ભેજનું પ્રમાણ 43 ટકાની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વધીને 39 થી 40 ડિગ્રી સુધી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 896.22 મિમી વરસાદ પડી ચૂક્યો છે. ખેડૂતોએ પવનની ગતિ ને ધ્યાને લઈને ખેતી પાકમાં દવાનો છંટકાવ કરવા માટે સલાહ આપવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here