ભરૂચના નર્મદા મૈયા બ્રિજની સેફ્ટી ગ્રિલને હવે કલાત્મક રૂપ અપાશે. આ માટે નવી પહેલ શરૂ કરાઈ છે. બ્રિજની ગ્રિલ પર વેધર-રેસિસ્ટન્ટ પેઇન્ટિંગ દ્વારા ભરૂચનો ઇતિહાસ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દર્શાવાશે. એક સેમ્પલ પીસ તૈયાર કરાયો છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ બ્રિજ પર આત્મહત્યા જેવા બનાવો રોકવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની રજૂઆત બાદ સેફ્ટી ગ્રિલ લગાવાઈ હતી. હવે ગ્રિલને કાટથી બચાવવા અને બ્રિજની સુંદરતા વધારવા સામાજિક કાર્યકર યોગી પટેલે કલાત્મક પેઇન્ટિંગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ આર્ટવર્કમાં ભરૂચનો ઐતિહાસિક વારસો, નર્મદા સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાની ઝલક જોવા મળશે. જો આખા બ્રિજ પર આવા આર્ટવર્કને મંજૂરી મળે, તો નર્મદા મૈયા બ્રિજ ભરૂચની અનોખી ઓળખ બનશે. અહીંથી પસાર થતા લોકોને ભરૂચના ઇતિહાસ અને સંસ્કૃતિનો કલાત્મક અનુભવ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here