સુરત-ભરૂચના ખેડૂતોએ આંધી ગામે રણનીતિ ઘડી, 12મીએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરશે, ‘સત્યાગ્રહ છાવણી’ શરૂ કરાશે
ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા કરવાના મુદ્દે ખેડૂતોમાં સરકાર સામે રોષ છે. ઊર્જા વિભાગના નવા પરિપત્ર અને ‘ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ’ હેઠળના હુકમોનો ખેડૂત સમાજ વિરોધ કરી રહ્યો છે.


સુરત અને ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો ઓલપાડના આંધી ગામે ભેગા થયા. તેમણે સરકાર સામે આંદોલન માટે યોજના બનાવી.કિસાન કોંગ્રેસ ચેરમેન જયેશ પટેલે જણાવ્યું કે, ઓલપાડ તાલુકાના કલેક્ટરના ઓર્ડરનો વિરોધ કરાશે. આગામી ૧૨ તારીખે ખેડૂતો સુરત કલેક્ટર કચેરીએ જઈને ઓર્ડર રદ કરવા રજૂઆત કરશે.તેમણે ઉમેર્યું કે, ઓલપાડમાં ‘સત્યાગ્રહ છાવણી’ શરૂ કરાશે. જો માંગણીઓનો હલ નહીં આવે, તો ખેડૂતો નેશનલ હાઈવે-૪૮ અથવા એક્સપ્રેસ હાઈવે બંધ કરશે.

ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર અદાણી-અંબાણીની લાઇન માટે તેમની વાત સાંભળતી નથી. બજાર કિંમતના ચાર ગણા વળતરના નિયમો પળાતા નથી. માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનવાના સંકેત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here