ભરૂચ શહેર માટે ફાયર એન્ડ સેફટીની સુવિધામાં વધારો છે,જ્યોતિનગર પાસે રૂપિયા 4 કરોડ 88 લાખમાં નવનિર્મિત ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેર વિકાસની દિશામાં સતત ગતિ મેળવી રહ્યું છે, ત્યારે શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી આગ સહિતની આપત્તિજનક પરિસ્થિતિમાં ઝડપી કામગીરી કરી શકાય તે હેતુથી જ્યોતિનગર નજીક રૂપિયા 4 કરોડ 88 લાખના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.શહેરમાં વધતા શહેરીકરણ અને હાઈરાઈઝ બિલ્ડિંગોને ધ્યાનમાં રાખીને ફાયર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસરૂપે આ ફાયર સ્ટેશન મહત્વપૂર્ણ બની રહેશે. નવા આધુનિક ફાયર સ્ટેશનથી આગની ઘટનાઓ તેમજ કટોકટીની પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવામાં પણ મદદ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here