ભરૂચના તવરા ગામ નજીક આવેલી ગોલ્ડન લક્ઝરિયા સોસાયટીની પાછળના ભાગમાં ગત રાતે એક ખેતરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી કરી હતી.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોલ્ડન લક્ઝરિયા સોસાયટીની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં અચાનક ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસની સોસાયટીના રહીશોમાં પણ ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો.

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે મોડી રાત્રે શેરડીના ખેતરમાં આગ લાગેલી આ આગમાં શેરડીનો ઊભો પાક બળી ગયો અને ખેડૂતને આર્થિક નુકસાન થયું હતું.સ્થાનિકોએ ફાયર બ્રિગેડ અને ભાજપના જિલ્લા મહિલા ઉપપ્રમુખ હંસાબેન પટેલને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

આગ બીજા ખેતરોમાં ન ફેલાય તે માટે ગ્રામજનોએ ટ્રેક્ટરથી ખેતર ખેડી નાખ્યું હતું. ખેતરના બે ભાગ થતાં આગનો ફેલાવો અટકાવવામાં મદદ મળી હતી.સ્થાનિક નાગરિકોએ તુરંત જ આ અંગે ભરૂચ ફાયર વિભાગને જાણ કરી હતી.માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સોસાયટીની નજીક જ આગ હોવાના કારણે તે રહેણાંક વિસ્તાર તરફ ન આગળ વધે તે માટે ફાયર વિભાગ દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગને એક જ જગ્યાએ સિમિત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગત રાતે ભરૂચ ફાયર વિભાગના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરાઇ હતી.

જોકે આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અંદાજ મુજબ ફટાકડા,શોર્ટ સર્કિટ અથવા સૂકા કચરામાં લાગેલી આગ ખેતરમાં ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ અને સ્થાનિક તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here