કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે તારીખો જાહેર કરી દીધી છે. સીબીએસઈની પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે. પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. CBSE અનુસાર ધોરણ 10માં 26.25 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 19.80 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ ડેટ શીટ પરીક્ષા શરૂ થવાના 101 દિવસ પહેલા જાહેર કરવામાં આવી છે. 6 નવેમ્બરના CBSE નોટિફિકેશન અનુસાર, ધોરણ 10ના વિદ્યાર્થીઓ 83 વિષયોની પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ 121 વિષયોની પરીક્ષા આપશે.
બોર્ડે જણાવ્યું કે પરીક્ષા કાર્યક્રમ ઘણી બાબતોને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સામાન્ય રીતે એક સાથે પસંદ કરાનાર વિષયોના પેપરો વચ્ચેનું અંતર, મુખ્ય પ્રવેશ પરીક્ષાઓનું શેડ્યૂલ અને દરેક પરીક્ષા કેન્દ્ર પર સામેલ થનાર પરીક્ષાર્થીઓની સંખ્યાને ધ્યાને લેવાઈ છે.





