આદીવાસી વિસ્તાર વાલીયા તાલુકા ની કામધેનુ શ્રી ગણેશ સુગર નું શેરડી પીલાણ 2026/27 શુભારંભ કસ્ટોડિયન કમીટી ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા દ્ધારા ગણપતિ દાદા ના દર્શન કરી આશિર્વાદ લઈ પ્લાન્ટ ખાતે ડિરેક્ટર નિપુલ પટેલ સાથે પિલાણ સિઝન ૨૦૨૬-૨૭ની પૂજાવિધિ સંપન્ન કરી અને ઉપસ્થિત સૌ કોઈએ શ્રીફળ વધેરી શેરડી પિલાણનો પ્રારંભ કરાવ્યો હતો.

પિલાણ સીઝન માટે મજૂરો, ટ્રાન્સપોર્ટ, પ્લાન્ટ વિગેરેના કામોનું સંપુર્ણ આગોતરૂ આયોજન કરી દેવામાં આવ્યું છે, જેને અનુરૂપ ખેડૂતોની શેરડી કાપણી સમયસર થાય અને પિલાણમાં સરળતા બની રહે તથા ખેડુત સભાસદોના સાથ સહકારથી સંસ્થામાં વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય એ માટે ખેડૂત અને સંસ્થા હિતમાં કસ્ટોડિયન કમિટી કટિબદ્ધ છે. દક્ષિણ ગુજરાતમાં હાલ દરેક સુગર ફેક્ટરી શેરડીના પુરવઠાની અછત સામે ઝઝુમી રહી છે, ત્યારે ગણેશ સુગરનો આશરે ૪ લાખ મે.ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક છે.

આ પ્રસંગે વાઇસ ચેરમેન યોગેન્દ્રસિંહ મહીડા,કીસાન સંઘ ભરૂચ જિલ્લા,પ્રમુખ,સુધીરસિંહ આટોદરીયા તથા ડિરેક્ટરો, માજી ડિરેક્ટરો, આગેવાનો તથા ખેડૂત સભાસદોની હાજરીમાં ૪ લાખ મે.ટન પિલાણના લક્ષ્યાંક સાથે શેરડી પિલાણ સિઝન ૨૦૨૬-૨૭ નો શુભારંભ કરાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here