દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણયથી ઉદ્યોગકારો અને કર્મચારીઓને મોટી રાહત મળી છે. રાજ્યમાં ઉર્જા સંકટની સ્થિતિ વચ્ચે આ નિર્ણય લેવાયો છે.

રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા બંધ ન થાય અને રોજગારીની સમસ્યા ન સર્જાય તે હેતુથી સરકારે આ અગત્યનો નિર્ણય લીધો છે.
મંત્રી ઇશ્વરસિંહ પટેલે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આનાથી ઉદ્યોગો સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉર્જા સંકટને કારણે ઔદ્યોગિક વિસ્તારોમાં સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વીજ કાપ લાગુ કરાયો હતો. હવે રાજ્ય સરકારે આ સમયગાળાનો વીજ કાપ રદ કર્યો છે.સરકારના આ નિર્ણયથી ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન સતત ચાલુ રાખી શકાશે. આનાથી ઉદ્યોગો પર થઈ શકે તેવી અસર ઘટશે અને કામદારોની રોજગારી જાળવી રાખવામાં પણ મદદ મળશે.





