અંકલેશ્વર-વાલિયા રોડ પર ભડકોદ્રા પાટિયા નજીક ૨ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી એક કાર પાછળથી અન્ય કાર સાથે અથડાયા બાદ સામેથી આવતી ટ્રક સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતાને કારણે એક કાર પલટી મારી ગઈ હતી.

આ અકસ્મતમાંએક કાર પૂરઝડપે જઈ રહી હતી અને પાછળથી બીજી કાર સાથે અથડાઈ. પછી તે સામેથી આવતી ટ્રક સાથે ભટકાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે એક કાર પલટી ગઈ.ઘાયલ થયેલા બંને લોકોને તરત હોસ્પિટલ લઈ જવાયા હતા. એક કારની એરબેગ ખુલી જતાં મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત પછી સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
જોકે, આ ઘટનામાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્મતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પૂરઝડપે વાહન ચલાવવાને કારણે સર્જાયેલી આ ઘટનામાં સદનસીબે કારમાં એરબેગ ખૂલી જતાં મોટી જાનહાની ટળી હતી.અકસ્માતના પગલે સ્ટેટ હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.જોકે પોલીસે ટ્રાફિક ક્લીયર કરવાની જહેમત સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.





