નંદેલાવની બુસા સોસાયટીમાં વર્ષોથી બુસા ઉત્સવ મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન થાય છે. જેમાં અબાલ-વૃદ્ધ, ગુજરાતી-નોન ગુજરાતી ખેલૈયાઓ 9 દિવસ સુધી રાસ ગરબાની રમઝટ બોલાવે છે.

ગરબો શબ્દ એ સંસ્કૃત ગર્ભ શબ્દ પરથી રચાયો છે. ગુજરાતની દરેક શેરીઓમાં નવરાત્રી દરમ્યાન ગરબાનું આયોજન થાય છે. આ પ્રાચીન પરંપરાને બુસા ઉત્સવ મંડળ જાળવી રાખવા માંગે છે. એટલે અહીં થતા ગરબાના આયોજનમાં પણ પ્રાચીન રાસ ગરબા પર નાના બાળકોથી માંડીને યુવાનો, વડીલો સૌ-કોઈ ગરબે ઘૂમે છે. સોસાયટીના સભ્યો પણ એ માટે સોસાયટીને રંગબેરંગી રોશનીથી શણગારી, સાઉન્ડ સિસ્ટમ પર ગરબે રમવાનું આયોજન કરે છે. જેમાં સોસાયટીના તમામ સભ્યો ગરબે રમવા સાથે માતાજીની આરાધના કરી પારિવારિક ભાવનાના દર્શન કરાવે છે.

મોંઘા કોમર્શિયલ ગરબાના પાસ વચ્ચે ઘર આંગણે શેરી ગરબા તરફ ખેલૈયાઓનો વધતો ઝુકાવ વધતો જોવા મળી રહ્યો છે.નવરાત્રીના પાવન પર્વ પર જ્યારે મોટા અને કોમર્શિયલ ગરબાના પાસના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ગુજરાતની પ્રાચીન પરંપરા એવા શેરી ગરબાનો ક્રેઝ ફરીથી જોર પકડી રહ્યો છે. મોંઘી ટિકિટો અને લાંબી લાઈનોથી બચવા માટે લોકો હવે પોતાના ઘરઆંગણે, સોસાયટીઓ અને શેરીઓમાં ગરબા રમવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા પરિવારો એક જ આંગણે ભેગા થઈ ગરબે ઘૂમે છે
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા પરિવારોનું એક જ આંગણે ભેગા થઈ ગરબે ઘૂમવું એ ભારતના ‘વિવિધતામાં એકતા’ના દર્શન કરાવે છે. આ દ્રશ્ય સાંસ્કૃતિક સમન્વય અને ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.પ્રાંતવાદના ભેદભાવ ભૂલીને લોકો એક પરિવારની જેમ તહેવાર ઉજવે છે.આવા આયોજનોથી સમાજમાં નીચે મુજબના સકારાત્મક બદલાવ જોવા મળે છે.કેરળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના પરિવારો વચ્ચે પ્રાંતના ભેદ ભૂલી એકતાનો સંદેશ આપી રહ્યા હોય ત્યારે કહેવાનું મન થાય કે,જુદા જુદા રાજ્યોથી આવ્યા, એક જ આંગણ સૌ સમાયા,ભાષા ભલે બદલાઈ દોસ્તો, પણ દિલથી દિલ અહીં જોડાયા.ઘૂમી રહ્યા છે સૌ એક તાલે, જાણે ભારત આખું ઝૂમે છે,વિવિધતામાં એકતાના રંગે, આજે માના આંગણે સૌ ઘૂમે છે!

બુસા સોસાયટીના શેરી ગરબામાં ભક્તિ,પરંપરા, પ્રોત્સાહન અને સામૂહિક ઉજવણીનો સમન્વય સાથે ગરબા રમતા ખેલૈયાઓની સાથે ગરબા નિહાળતા શ્રેષ્ઠ પ્રેક્ષકોને પણ રોજ ઇનામ અપાય છે.તો માતાજીની આરાધનામાં વિશેષ ભાગ લેતી મહિલાઓને અંતિમ દિવસે ક્વીન ઓફ ગરબાના બિરૂદ થી સન્માન અપાય છે.બુસા ઉત્સવ મંડળ નવરાત્રીની આઠમના દિવસે ૭૦ વર્ષથી વધુ વયના વડીલોનું સાલ ઓઢાડી અને ભેટ આપી સન્માન આપી વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન સાથે નવી પેઢી સુધી સંસ્કાર પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here