ભરૂચમાં વાહનોના ખરીદ-વેચાણ પર તંત્ર નજર રાખી રહ્યું છે. અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે વહીવટી તંત્રએ જૂનાં વાહનો અને તેમના સ્પેર પાર્ટ્સના ખરીદ-વેચાણ પર પણ નજર રાખવાની કડકાઈ વધારી છે.

ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડીને સંબંધિત તમામ વેપારીઓ માટે ફરજિયાત નોંધણી પ્રણાલી લાગુ કરી છે. જેના આદેશ મુજબ, વેપારીઓએ ખરીદ-વેચાણ અંગેનું રજિસ્ટર સુરક્ષિત રીતે રાખવું પડશે.સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી તપાસ માટે રજિસ્ટર માંગે ત્યારે તે તરત રજૂ કરવું ફરજિયાત રહેશે. નિયમોનું પાલન ન કરનાર અથવા રજિસ્ટર જાળવવામાં બેદરકારી દાખવનાર વેપારી સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ ફોજદારી ગુનો નોંધાઈ શકે છે.

જેમાં વેપારીએ રજિસ્ટરમાં ખરીદનાર અને વેચનારનું પૂરું નામ, સરનામું, ચાલુ મોબાઇલ નંબર નોંધવાનો રહેશે. બંને પક્ષના ઓળખપત્રો અને રહેઠાણના સત્તાવાર પુરાવાની વિગતો પણ જરૂરી રહેશે. વાહનનો એન્જિન નંબર, ચેસિસ નંબર, મોડલ, રજિસ્ટ્રેશન નંબર નોંધવા પડશે. સોદો કઈ તારીખે થયો તે પણ લખવું પડશે. ખરીદ-વેચાણનું કારણ શું હતું તે પણ ફરજિયાત કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here