ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને કાનૂની કાર્યવાહીની માંગ સાથે આ પ્રદર્શન યોજાયું. કાર્યકરોએ બેનરો સાથે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

આ વિરોધ પ્રદર્શનમાં સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા અને શેરખાન પઠાણ સહિત ઘણા કાર્યકરો જોડાયા હતા.
કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરી તરફ વધતા પોલીસે તેમને બેરિકેડિંગ કરીને રોક્યા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ થઈ. પોલીસે મુમતાઝ પટેલ સહિતના કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને ‘એ’ ડિવિઝન પોલીસ મથકે લઈ ગઈ.અટકાયત બાદ મુમતાઝ પટેલે મીડિયા સાથે વાત કરી. તેમણે પોલીસ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે લોકશાહી અને બંધારણીય અધિકારો પર અસર થઈ રહી છે. તેમણે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી અને આ લડાઈને લોકશાહીના રક્ષણ માટેની ગણાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here