ભરૂચ શહેરમાં 11 દિવસના ગણેશ મહોત્સવ પછી અનંત ચતુર્દશીના દિવસે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. નર્મદા નદીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓથી થતું પાણીનું પ્રદૂષણ રોકવા માટે ભરૂચ નગર સેવા સદને શહેરમાં ત્રણ જગ્યાએ કૃત્રિમ જળકુંડ બનાવ્યા હતા.

આ જળકુંડ શક્તિનાથ નજીક જે.બી.મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે બનાવવામાં આવ્યા છે. અહીં ગણેશ પ્રતિમાઓના વિસર્જનની વ્યવસ્થા હતી. ગણેશ વિસર્જનના દિવસે ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ જળકુંડમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રચિતા મોદી, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન પ્રગ્નેશ પટેલ અને પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો હાજર રહ્યા.
આ જળકુંડ શક્તિનાથ નજીક જે.બી.મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે બનાવવામાં આવ્યા છે. અહીં ગણેશ પ્રતિમાઓના વિસર્જનની વ્યવસ્થા હતી. ગણેશ વિસર્જનના દિવસે ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ જળકુંડમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રચિતા મોદી, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન પ્રગ્નેશ પટેલ અને પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં પૂજન-અર્ચન કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here