The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News હવે નોરતામાં ગરબા માટે પાર્ટનર ભાડે મળશે! સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ

હવે નોરતામાં ગરબા માટે પાર્ટનર ભાડે મળશે! સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ

0
હવે નોરતામાં ગરબા માટે પાર્ટનર ભાડે મળશે! સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ

નવરાત્રિમાં ગરબા રમવા માટે પાર્ટનર ન મળવાથી કેટલાય લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ગુજરાતના કૃષ્ણ મિસ્ત્રીએ આ મુશ્કેલીનું અનોખું સમાધાન શોધી કાઢ્યું છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ યુઝર કૃષ્ણ મિસ્ત્રીએ એક પોસ્ટ શેર કરતા ગરબા પાર્ટનર ભાડે મળશે, એવા નામથી સર્વિસ શરૂ કરી છે. તેમાં ગરબા પાર્ટનર માટે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ત્રણ પેકેજ આપ્યા છે.

નવરાત્રિમાં ગરબા રમવા માટે પાર્ટનર ન મળવાની મુશ્કેલીને પોતાનો બિઝનેસ આઈડિયા બનાવી લીધો છે. હવે તેનો આ અનોખો આઈડિયા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.કહેવાય છે કે બિઝનેસ એક આઈડિયાથી બને છે. એટલે કે લોકોની જિંદગી સરળ બનાવવાનો મોકો દરેક જગ્યાએથી મળી જાય છે. બસ તેને જોવાની નજર હોવી જોઈએ. ગુજરાતના આ ભાઈએ પણ કંઈક આવું જ કર્યું છે.

સિલ્વર પેકેજની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે. તેમાં બે કલાક ગરબા, એક જેવા કપડાં, ગરબાના બેસિક સ્ટેપ્સની જાણકારી અને સેલ્ફી સામેલ છે. ત્યાર બાદ ગોલ્ડ પેકેજ 1500 રૂપિયામાં આવે છે. તેમાં ચાર કલાક ગરબા રમવાની સાથે બંનેવની બનાવેલી એક કહાની પણ સામેલ છે, તેમની મુલાકાત કેવી રીતે થઈ. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે વીડિયો પણ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!