ભારત દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી એવી કોંગ્રેસ પાર્ટીની સ્થાપનાને ૧૩૭ વર્ષ પૂર્ણ થતા ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતભરમાં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તા. ૨૮ થી ૪/૧/૨૨ સુધી વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચના અનુસાર આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કસકના વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના ઘરે વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહ રણાએ જણાવ્યું હતું કે ૧૦૦ વર્ષ કરતા વધુ વર્ષોનો જેનો ગૌરવવંતો ઇતિહાસ છે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા સમાજનાં દરેક વર્ગની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે. તેથી જ કોંગ્રેસ લોકોના હ્રદયમાં સ્થાન ઘરાવે છે.

આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન પીરસ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here