The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 94

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા હતા.“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પસંદ પામેલા ચાર આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા, જીલ્લા પ્રભારી  મંત્રી પુર્ણેશભાઇ મોદી, કેન્દ્રીય આરોગ્ય વિભાગનાં સંયુકત સચિવ ડૉ. પી. અશોક બાબુ, વરિષ્ઠ સનદી અધિકારી નેહા ગર્ગ,સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, શ્રીમતી ગીતાબેન રાઠવા,જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા,નર્મદા સુગર ફેકટરી ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ સહિતના જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇડરના ધારાસભ્ય અને પ્રખ્યાત ફિલ્મ કલાકાર  હિતુભાઇ કનોડિયા, લોકગાયિકા કિંજલ દવે,ગુજરાતી ફિલ્મ કલાકાર મયુર ચૌહાણ, વિશ્વપ્રસિદ્ધ ગાયક આદિત્ય ગઢવી,ગુજરાતી ફિલ્મ કલાકાર યુક્તિ રાંદેરીયાએ પણ યોગસાધના કરી હતી. આ પ્રસંગે લોકસાહિત્યને ઉજાગર કરતા ઉપસ્થિત કલાકારોએ ભાગ લેનાર યોગસાધકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તમામે સરદાર સાહેબના સાંનિધ્યમાં યોગસાધનાનો લ્હાવો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કર્યો હતો.વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા જીલ્લા કલેકટર ડી.એ.શાહ,પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, કેવડીયા SRP ગૃપના સેનાપતી એન્ડ્રુઝ મેકવાન,નાયબ વન સંરક્ષક નિરજ કુમાર અને અક્ષય જોષી સહિત જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીઓ,અધિકારીઓ અને યોગસાધકો ઉપસ્થિત રહીને યોગસાધનામાં જોડાયા હતા.

ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર કરાઇ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

  • રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યન્ત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણાની ઉપસ્થિતિ.

સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસેને ‘આંતરરાષ્ટ્રીય યોગ’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા રાજય સરકાર દ્વારા ‘માનવતા માટે યોગા’ના થીમ સાથે તા. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ અમીત ચાવડા,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ઘર્મેશ મિસ્ત્રી,એસ.પી. ડૉ.લીના પાટીલ સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સામાજિક, શૈક્ષણિક  સંસ્થાઓના 1000 થી પણ વધુ યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગોલ્ડન બ્રિજ ઉપરાંત આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં કબીર વડ, અંકલેશ્વરમાં તાલુકા સેવા સદન, જંબુસરમાં સરસ્વતી વિદ્યા મંદિર, આમોદમાં સ્વામીનારાયણ ગુરૂકુલ, સરભાણ રોડ, હાંસોટમાં કાકાબા હોસ્પીટલ, વાગરામાં શ્રીમતી એમ એમ પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ , ઝઘડીયામાં દિવાન ધનજીશા હાઇસ્કૂલ, વાલીયામાં શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર, નેત્રંગ આદર્શ નિવાસી શાળા, ભરૂચ નગરપાલિકામાં માતરિયા તળાવ, અંકલેશ્વર નગરપાલિકા જવાહરબાગ તથા જંબુસર નગરપાલિકામાં સ્વામીનારયણ મંદિર અને આમોદ નગર પાલિકામાં ચામડિયા હાઇસ્કૂલમાં સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમ યોજાયા હતા.

ભરૂચ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કોલેજો , આઈ.ટી.આઈ, ટેકનિકલ કોલેજો, નગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દરેક ગ્રામ પંચાયત ખાતેના કેન્દ્રો પર યોગ શિબિરો યોજાઈ હતી.

ગણેશ સુગર વટારીયામાં ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાસપિત કરવા સંદીપ માંગરોલાએ કરી રજૂઆત

ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિમિટેડ વટારોયા ના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કાંગ્રેસ સમિતિના મહામંત્રી સંદિપ માંગરોલાએ આજરોજ કલેકટર તુષાર સુમેરા ની રૂબરૂ મુલાકાત કરી ચૂંટાયેલું બોર્ડ પ્રસ્‍થાપિત કરવા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી વિનંતી કરી હતી.

તેમ્ણે જણાવ્યું છે કે તત્કાલીન સુગરના વ્યવસ્થાપક બોર્ડ દ્વારા ચૂંટણી અંગેની દરખાસ્ત તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર ભરૂચ મારફત આપને નિદિષ્ટ મંડળી ના નિયમાં મુજબ પુનઃ મોકલી છે. આમ છતાં નવ મહિનાના સમય વીતી ગયા પછી પણ ચૂંટણી અંગેની પ્રક્રિયા કોઇપણ કારણ વગર વિલંબમાં મુકવામાંઆવી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ દરખાસ્ત મોકલ્યા બાદ નવ મહિનામાં રજીસ્ટાર કે કલેક્ટર દ્વારા દરખાસ્ત સ્વીકારવા કે પરત કરવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે હાલમાં કસ્ટોડિયન તરીકે સુગર ફક્ટરીનો વહીવટ જીલ્લા રજીસ્ટ્રાર ના હાથમાં માર્ચ મહિના પહેલા થી છે. છેલ્લા સિઝનના એપ્રિલ અને મે મહિનામાં જે રીતે તેઓ દ્વારા સુગર ફેક્ટરી નું સંચાલન કરવામાં આવ્યું છે. તે જોતાં આ ફેક્ટરી નો વહિવટ આ જ પ્રમાણે ચાલશે તો સુગર નું ભવિષ્ય જોખમમાં મુકાશે. સહકારી ક્ષેત્રે કોઈપણ જાતના રાજકીય ભેદભાવ વગર સરકારે આ પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કરવાને બદલે રાજકીય કિન્નાખોરો રાખી પોતાનો રોટલો શેકવા માટે સંસ્થા સાથે જોડાયેલા ૧૮૦૦૦ જેટલા ખેડૂત સભાસદો ના હિતને નુકસાન પહોંચાડવાનું કામ કરેલું છે. જે વખોડવા ને પાત્ર છે.ચૂંટણી અંગે કલેકટર દ્વારા સમયમર્યાદામાં કોઇ પગલાં ભરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તેઓ દ્વારા કલેકટરને જાણ કરવામાં આવી છે.

ભરૂચના ગેલાની તળાવ પાસે ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન માટી ધસતા બે દબાયા

  • બે કામદારો માટી ધસી પડતા દબાયા..

ભરૂચના બંબાખાના વિસ્તારના ગેલાની તળાવ પાસે ભરૂચ નગરપાલિકા દ્વારા ડ્રેનેજની પાઇપ લાઇનનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન એકાએક માટી ધસી પડતા ત્યાં ખોદકામ કરી રહેલા બે કામદારો દટાયા હતા.

પાઇપ લાઇન માટે ખોદકામ કરતા બે કામદારો માટી નીચે દબાઇ જવાની ઘટના બહાર આવતા જ બંબાખાના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.આ ઘટનામાં બે કામદારો માટીમાં દટાયાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાલા સહિત પાલિકાના અધિકારીઓ ફાયર ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને માટી નીચે દબાયેલા બે કામદારોને બહાર કાઢવા રેશ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનામાં માટી નીચે દબાતા ગંભીર ઘાયલ બંન્નેવ કામદારોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયા હતા.જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે અમિતસિંહ વાસદિયાની વરણી કરાઇ

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે હાઇસ્કુલના આચાર્ય શુકલતીર્થ નર્મદા અમિતસિંહ જગતસિંહ વાસદિયાની વરણી કરવામાં આવી હતી.હાલમાં જૂન ૨૦૨૨થી ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે નીયુક્તી કરવામાં આવી છે.

અમિતસિંહ જગતસિંહ વાસદિયાએ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ જિલ્લાના નિવૃત્ત આચાર્યોના વિદાય/સન્માન સમારંભ તા. ૧૮-૬-૨૦૨૨ના રોજ ભરૂચના ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યો જોડાયા હતા. ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના નવનિયુક્ત પ્રમુખ અમિતસિંહ વાસદીયાને શુભ આશિષ આપી ભારતીય જનતા પાર્ટીના યશસ્વી જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તથા ભરૂચ જિલ્લા શિક્ષણ સેલના સભ્યો દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપર યોગ દિવસની ઉજવણીને પગલે તૈયારીઓ શરૂ

  • 24 કલાક માટે બ્રિજ પર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ

સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસેને ‘આંતરરાષ્ટ્રીય યોગ’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા રાજય સરકાર દ્રારા ‘માનવતા માટે યોગા’ના થીમ સાથે તા. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું છે. જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી છે. જેથી તૈયારીઓને લઇ બ્રિજ ઉપર વાહનોની અવર-જવર પર આજથી બંધ કરવામાં આવી છે.

ગોલ્ડન બ્રિજ ખાતે યોગ દિવસની ઉજવણીમાં મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો ભાગ લેનાર હોય જેથી તા. 20જૂનના રોજ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓની કામગીરી કરવા માટે બપોરના 12 વાગ્યાથી તા. 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી પૂર્ણ થતાં સુધી બપોરના 12 વાગ્યા સુધી ગોલ્ડન બ્રિજ ઉપરથી દક્ષિણ તથા ઉત્તર તરફથી પ્રવેશતાં તમામ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા સાથે આજે બ્રિજ ઉપર તડામાર તૈયારીઓ આરંભાઇ છે.

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે સ્ટ્રેસ અને ટાઇમ મેનેજમેન્ટ અંગે તાલીમ યોજાઇ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નિયામક ઝૈયનુલ આબેદ્દીન સૈયદના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પૂર્ણ થતા તાલીમ કાર્યક્રમોના તાલીમાર્થીઓને નોકરી કે સ્વરોજગારી દરમ્યાન ઉપયોગી થાય તેવી કોર્પોરેટ કક્ષાની ટાઇમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમ માટે કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેનર શ્રીમતી નફીસાબેન લોખંડવાલા દ્વારા પધ્ધતીસરની તાલીમ પાવર પોઇન્ટ પ્રેસનટેશન સાથે પુરી પાડી હતી. આ તાલીમમાં તેમણે ૧૨ જેટલા મુદ્દા‌ ઉપર પ્રકાશ પાડયો હતો અને તાલીમાર્થી બહેનોને ખાસ કરીને પોતાના પરીવાર સાથે કેવી રીતે સમય આપવો, મેન્યુ બનાવવું, કાર્યસ્થળ, બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા, પોતાના દૈનિક અને માસિક ખર્ચા, કાર્યમાં એકાગ્રતા, સોશીયલ મીડિયા ઉપર જરૂરીયાત મુજબનો સમય આપવો, એક સાથે બે કાર્યો કેવી રીતે કરવા, સેલ્ફ ડિસીપ્લીન, સ્ટે ફીટ ટુ સેવ ટાઇમ વગેરે મુદ્દાઓ ઉપર માર્ગર્શન પુરૂ પાડયું હતું.

જેએસએસના ૬૦થી વધુ તાલીમાર્થીઓએ આ તાલીમનો લાભ લઇ આનંદ વ્યકત કર્યો હતો. જન શિક્ષણ સંસ્થાન તરફથી ફિલ્ડ અને લાઇવલીહુડ કો-ઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયા, ટ્રેડ ઇન્સ્ટ્રકટર શ્રીમતી છાયાબેન પાટીલ દ્વારા કાર્યક્રમમાં સહયોગ કર્યો હતો. અંતે શ્રીમતી હેતલબેન પટેલ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

સગીર બાળાના અપહરણના ગુનામાં આરોપીને ઝડપી અપહ્યુત બાળાને મુકત કરાવાઇ

ભરૂચ જીલ્લાના નેત્રંગ પો.સ્ટે.માં ગત તા-૦૨/૦૬/૨૦૨રના રોજ એક સગીર બાળાના અપહરણ અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે ગુનાના કામે ફરીયાદીશ્રીની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી આરોપી ઈસમ પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોય.

જેથી ગુનાની ગંભીરતા જાણી પોલીસ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તથા વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇ અંક્લેશ્વર વિભાગ, અંક્લેશ્વરના તરફથી આરોપી ઈસમ તેમજ અપહરણ થયેલ બાળાને વહેલી તકે શોધી કાઢવા સુચના આપેલ હોય,

જે અનુસંધાને સી.પી.આઈ. બી.એમ. રાઠવા તથા પી.એસ.આઈ.એન.જી.પાંચાણીના માર્ગદર્શન હેઠળ હ્યુમન ઈંટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે વધુ તપાસ કરતા હકીકત મળેલ કે,આ ગુનાનો આરોપી જનકભાઈ જેન્તીભાઈ ચંદુભાઈ વસાવા રહે-આંજોલી તા-નેત્રંગ જી-ભરૂચ એક સગીર બાળાને લઈ નાસતો ફરતો છે. અને હાલ આરોપી સુરતના ઉધના વિસ્તારમાં કોઈ જગ્યાએ રહે છે. જે હકીકત આધારે તાત્કાલિક નેત્રંગ પોલીસની એક ટીમ સુરત ખાતે રવાના કરેલ અને સુરતના ઉધના વિસ્તાર માંથી નાસતા ફરતા આરોપીને અપહરણ કરી લઈ ગયેલ સગીર બાળા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અપહરણ થયેલ બાળાને મુક્ત કરાવવામાં આવેલ છે. તેમજ પકડાયેલ આરોપી જનકભાઈ જેન્તીભાઈ ચંદુભાઈ વસાવા રહે-આંજોલી તા-નેત્રંગ જી-ભરૂચ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતની શાન સમા મલ્ટીલેયર બ્રિજને ખૂલ્લો મૂકતા સાંસદ સી.આર.પાટીલ

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન પર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર, સુરત-બારડોલી રોડ પર કરણીમાતા જંકશન પર રૂા.૧૩૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરતની શાન સમા અને ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે સુરતવાસીઓને ૧૧૭મા ફ્લાયઓવર બ્રિજની ભેટ મળી છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને શહેરી વિકાસ,શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સહારા દરવાજા પાસે અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં સંબોધન કરતા સાંસદ અને પ્રદેશ સંગઠન અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતના ચોમેર વિકાસની સાથોસાથ શ્રેણીબદ્ધ રિવર બ્રિજો, ફ્લાયઓવર બ્રિજો બનવાથી સમગ્ર સુરતનો વાહન વ્યવહાર સરળ-સુગમ બન્યો છે. બ્રિજના માર્ગમાં આવતી બાબાસાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓને સર્વ સંમતિથી સલામત સ્થળે ખસેડવામાં આવી હોવાનું પણ પાટિલે જણાવ્યું હતું.પાટીલે કહ્યું કે, શહેરીજનોની માંગ ઉઠે એ પહેલાં જ સુરત પાલિકા સુખસુવિધા આપી દેવાની આગવી કાર્ય પ્રણાલી ધરાવે છે. તેમણે આ બ્રિજ બનવાથી લાખો વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે. ઉપરાંત, લોકોના સમય અને ઈંધણની પણ બચત થશે એમ પણ ઉમેર્યું હતું.

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરત મહાનગર પાલિકાને બ્રિજનિર્માણ કરી શહેરીજનોની સુવિધામાં વધારો કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ગુજરાત અને કેન્દ્રમાં ડબલ એન્જીનની સરકારના ડબલ ફાયદાઓ મળે છે તે સુરત શહેર પુરવાર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રાલય, કોર્પોરેશન અને કેન્દ્ર સરકારના સમન્વયથી સુરતનો સર્વાંગી અને ઝડપી વિકાસ થઈ રહ્યો છે.સુરતના વિકાસમાં યશકલગી સમાન આ બ્રિજની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ રહી છે. જે સુરત માટે ગૌરવની ક્ષણ છે.આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, સંગીતાબેન પાટીલ, વી.ડી.ઝાલાવાડીયા, ઝંખનાબેન પટેલ, કાંતિભાઈ બલર, વિવેક પટેલ, ડે. મેયર દિનેશભાઈ જોધાણી, વિવિધ કમિટીના ચેરમેનો, કોર્પોરેટરો સહિત મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતવિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા ભરૂચના નવા પ્રમુખ તરીકે નરેશ ઠક્કરની વરણી

રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે.

ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાની આજરોજ વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં મંત્રી ડો.સેતુ લોટવાલાએ શાખાની ગતવર્ષમાં થયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો. તો વિદાય લેતા પ્રમુખ સુનિલ ભટ્ટે શાખા અંગેની માહિતી આપી હતી અને વર્ષ દરમ્યાન થયેલ કામગીરીમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખના નવા પ્રમુખ તરીકે નરેશ ઠક્કર, ઉપપ્રમુખ તરીકે ભાવિનભાઈ કાનાણી, ભાસ્કર આચાર્ય,અનિલ ચૌમાલ,મેહુલ રહેવર, સેક્રેટરી તરીકે કનુભાઈ ભરવાડ,જોઈન્ટ સેક્રેટરી તરીકે મધુસિંગ,કમલેશ ગોસ્વામી અને ટ્રેઝરર તરીકે દિપક દવેની વરણી કરવામાં આવી હતી.

નવા વરાયેલ પ્રમુખ નરેશ ઠક્કરે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદના સૂત્ર સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણને સાર્થક કરીને જરૂરિયાતમંદોની સેવા કરવાની જ છે.નવ નિયુક્ત સેક્રેટરી કનુભાઈ ભરવાડે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં  કહ્યું હતું કે સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપનાર સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ. આ સંસ્થા થકી અમારી ટીમ છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડવા પ્રયત્નો કરીશું.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રિજનલ સેક્રેટરી ભરત ચૌહાણ, લક્ષમણ પારિક, એડવાઇરી કિમીતિના એસ.એમ.પારિક, તેમજ યોગેશ પારિક અને આમંત્રીતો અને સભ્યો ઉપસ્થિત રહયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગર દવેએ કર્યું હતું.

error: Content is protected !!