The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 60

ભરૂચ બોરભાઠા બેટ નવી વસાહત શાળામાં યોજાઇ મોકડ્રીલ

ભરૂચના મકતમપુર બોરભાઠા બેટની પ્રાથમિક શાળામાં ફાયર એન્ડ સેફ્ટી નું જ્ઞાન બાળકોને પણ મળી રહે તે હેતુસર એક મોકડ્રીલનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું હતું.

જેમાં જી.એન.એફ.સી કંપનીના ફાયર એન્ડ સેફ્ટી વિભાગના તજજ્ઞોની ટીમ મહંમદ ઇકબાલ હાલદાર, સિનિયર મેનેજર એસ.એન.વરહાટે તથા સિનિયર ફાયર ઓફીસર સપનભાઇ દ્વારા બોરભાઠા બેટ પ્રાથમિક મિશ્રશાળાના વિદ્યાર્થીઓને ફાયર એન્ડ સેફ્ટીનું જ્ઞાન અપાયું હતું.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આગ લાગે તો શું કરવું તેને કેવી રીતે કાબુમાં લેવી વિગેરે બાબતો ઉપર વિસ્તૃત માહિતિ મેળવી અને પ્રેકટીકલ નિહાળ્યું હતું.વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા તેમજ ફાયર એન્ડ સેફ્ટી મોકડ્રીલના આયોજન બદલ પ્રામમિક મિશ્રશાળાના આચર્યે જી.એન.એફ.સી મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી વિભાગનો આભાર માન્યો હતો.

આમોદ ડીજીવીસીએલના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી કર્યા સૂત્રોચ્ચાર

ડી.જી.વી.સી.એલ.અને તેના સમગ્ર કંપનીમાં વર્ગ ત્રણ અને ચારમાં ટેકનિકલ કેડરમાં ફરજ બજાવતાં કર્મચારીઓ જીવના જોખમે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય અને કંપની સતત પ્રગતિ કરે તે માટે રાત દિવસ જોયા વિના સંપૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓના પગાર ધોરણ અને પગાર ભથ્થાઓમાં વિસંગતતાઓ હોવાથી તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.જેની તેમના યુનિયન એસોસિયન દ્વારા વારંવાર રજૂઆત કરતા હતા.છતાં પણ કોઈ સંતોષકારક જવાબ નહીં મળતાં આજ રોજ ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કાળી પટ્ટી ધારણ કરી વિવિધ સૂત્રોચ્ચાર સાથે માંગણીઓ કરી હતી.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની આમોદ પેટા વિભાગીય કચેરી ખાતે આજ રોજ આમોદ ડી.જી.વી.સી.એલ.ના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી લેખીતમા માંગણી કરી હતી કે શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના કર્મચારીઓ અને એકમોમાં વર્ગ ત્રણ મુજબ ભરતી કરવામાં આવે છે તે મુજબ વર્ગ ત્રણ માં કર્મચારીઓનો સમાવેશ કરી તેમના ધારા ધોરણ મુજબના લાભો આપવામાં આવે,સાતમા પગાર પંચ મુજબ ટેકનીકલ કર્મચારીઓને ચૂકવવામાં આવતા ભથ્થાઓમાં જે વિસંગતતાઓ છે તેને દૂર કરવામાં આવે તેમજ જીવના જોખમે અદ્રશ્ય વીજ પ્રવાહ સાથે કામગીરી કરતા હોય જેના માટે રિસ્ક એલાઉન્સનો લાભ આપવામાં આવે કેન્દ્ર સરકારની ભલામણ મુજબ સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે,બીજો અને ચોથા શનિવારની રજાનો લાભ આપવામાં આવે,તેમજ આઠ કલાકથી વધુ કામગીરી કરવામાં આવે ત્યારે ઓવર ટાઈમનો લાભ આપવામાં આવે,અને નિવૃત્તિ બાદ મેડિકલ સુવિધાઓનો લાભ મળે જેવી વિવિધ માંગણીઓનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

* રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ શહેરમાં બે સ્થળે ટોળાએ 4 નિર્દોષોને મારતા પોલીસે કરી કાર્યવાહી

  • બાળ તસ્કરી મુદ્દે હુમલા કેસમાં 29 સામે ગુનો
  • અફવાઓથી દૂર રહેવા અપીલ

છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મિડીયા પર ભરૂચમાં બાળકો ઉઠાવી જતી ટોળકી સક્રિય થઇ હોવાની વાત વાયરલ થઇ છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે ગઇકાલે સોમવારે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાળકોને ઉઠાવી જતા હોવાની શંકાએ એપીએમસી પાસે બે મહિલાઓ જ્યારે મોડી રાત્રે મદિના હોટલ પાસે એક દંપતિ પર ટોળાએ હૂમલો કર્યો હોવાની ઘટના બની હતી.

ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ તેમની બાઇક લઇને પોલીસવર્દીમાં મદિના હોટલ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં નાળા પાસે લોકોનું ટોળું દેખાતાં તેમણે પુછપરછ કરતાં જણાયું હતું કે, બાળકો ચોરી જનારા બે જણા પકડાતાં લોકો તેમને મારે છે.

જેના પગલે તેઓ તુરંત ત્યાં દોડી ગયાં હતાં અને એક સ્ત્રી અને પુરૂષને બચાવવાની કોશિષ કરતાં ટોળાએ તેમના પર પણ હૂમલો કરી લાકડીના સપાટા મારી ઇજાઓ કરતાં તેઓ યેનેકેન પ્રકારે બહાર નિકળી તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચી પીઆઇને ઘટનાથી વાકેફ કરતાં પોલીસકાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો.

પોલીસે ટોળામાંથી યુગલને છોડાવી પોલીસ સ્ટેશને આવવા નિકળતાં ટોળાએ તેમનો પિછો કરી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયાં હતાં અને પોલીસ સ્ટેશનમાં પણ હંગામો કર્યો હતો. જોકે, પોલીસે તેમને કંપાઉન્ડની બહાર કાઢી ગેટ બંધ કરી દીધું હતું. બાદમાં ટીમે યેનકેન ટોળાને વિખેર્યું હતું. પશ્ચિમ વિસ્તારમાં એક જ દિવસમાં બે ઘટનામાં ટોળાએ નિર્દોષો પર હિંસક હૂમલો કરતાં પોલીસે હૂમલો કરનારા બે ટોળાઓ વિરૂદ્ધ બે ફરિયાદ નોંધાવી હતી.

શહેરમાં બાળકો ઉપાડી જતી ટોળકી સક્રિય થઇ હોવાની વાત ફેલાઇ હોવાને કારણે લોકો ગભરાયેલાં છે. જેના કારણે બે બનાવમાં ૪ જણાને મારવાની ઘટના બની છે. વાલીઓ ચિંતીત બને તે સ્વાભાવિક છે પરંતુ આ બાબતે નિર્દોષોને માર મારવામાં આવ્યાં તે તદ્દન ખોટું છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશને એપીએમસી પાસેના ગુનામાં 3 પુરૂષ, 5 મહિલા સહિતનું ટોળું જ્યારે મદિના હોટલ પાસે દંપતિ પર હૂમલો કરનાર 21 ઓળખાયેલાં શખ્સો સહિતના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

ભરૂચનો કુખ્યાત પ્રોહીબુટલેગર નયન કાયસ્થ નવસારીના ગણદેવી ખાતેથી ઝડપાયો

  • નયન કાયસ્થ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાઓમાં તથા હાલોલ રૂરલ પો.સ્ટે.ના મારામારીના ગુનામાં હતો વોન્ટેડ

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી વોન્ટેડ કુખ્યાત આરોપીઓને પકડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓના આધારે એલ.સી.બી.ભરૂચના માર્ગદર્શન મુજબ સુચનાઓ અન્વયે ભરૂચ જીલ્લામાં ઘણા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ તથા જીલ્લાની અન્ય બ્રાંચ/પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

દરમ્યાન પો.સ.ઇ. વાય.જી.ગઢવીને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી હકિકત મળેલ કે ભરૂચ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાઓમાં તથા પંચમહાલ જીલ્લાના હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના શરીરસંબંધી ગુનામાં વોન્ટેડ આરોપી નયન ઉર્ફે બોબડો કાયસ્થ મુળ રહેવાસી-દાંડીયાબજાર સ્વામીનારાયણ મંદીર સામે ભરૂચ, હાલ રહેવાસી.મકાન નંબર -46 રવિપુજન સોસાયટી સ્વામીનારાયણ મંદીર સામે ઝાડેશ્વર ચોકડી પાસે, ભરૂચ જે નવસારી જીલ્લાના ગણદેવીમાં રોકાયેલ છે.

જે માહીતી આધારે ગઇ કાલે તાત્કાલિક ટીમને ગણદેવી ખાતે મોકલી આપેલ અને તપાસમાં ગયેલ ટીમે કુખ્યાત વોન્ટેડ આરોપી નયન કાયસ્થને ગણદેવી પો.સ્ટે.વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.માં સોંપ્યો હતો.

ઘર કંકાસથી કંટાળી વડોદરાનો તબીબ ભરૂચના કેબલ બ્રિજ ઉપરથી કૂદકો મારવા પહોંચ્યો!

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મંગળવારે સાંજે ફેસબુક લાઈવ કરી એક યુવાનને આત્મહત્યા કરતા બચાવ્યાના ગણતરીના કલાકમાં જ વડોદરા અમિતનગર ખાતે રહેતા ડોકટર 90 કિમી બાઇક હંકારી ઝાડેશ્વર કેબલ બ્રિજ પરથી આત્મહત્યા કરવા આવી પોહચ્યો હતો.

મંગળવારે રાત્રીના બાર વાગ્યાના સમયે ભરૂચ કંટ્રોલ રૂમ તરફથી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક વર્ધી મળી હતી. એક યુવાન ઝાડેશ્વર કેબલ બ્રીજ ઉપર આત્મહત્યા કરવા જાય છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં છોડાતા પાણીના કારણે પહેલેથી જ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સુચના આધારે સી ડિવિઝન ઇન્ચાર્જ PI એચ.બી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફ ફરજ ઉપર હતો.

તેઓ કેબલ બ્રીજ ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બ્રીજ ઉપર એક યુવાન ચાલતો-ચાલતો નદીમાંના પાણી તરફ જતો હતો. જેથી તેને પુછવા જતા તે તુરંત જ બ્રીજ ઉપરથી નદીમાં કુદવા જતા હતો. સર્વેલન્સ ટીમના માણસોએ સતર્કતા દાખવી દોડી યુવાનને બચાવી લઈ બ્રીજ ઉપર ખેચી બહાર કાઢ્યો હતો.આ યુવાનને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા તેઓ પોતે ડેન્ટીસ્ટ ડૉક્ટર હોય અને વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ અમીતનગર સર્કલ પાસે આવેલ બાલાજીનગર સોસાયટી ખાતેનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

પોતાના ઘરેથી રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે લગ્ન જીવનથી તથા ઘર-કંકાસથી કંટાળી જઇ વડોદરાથી બાઇક લઇને ભરૂચ ઝાડેશ્વર કેબલ બ્રીજ ખાતે આત્મહત્યા કરવા આવી ગયો હતો.જોકે આ યુવાનનું પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.ગોહિલ દ્વારા કાઉન્સિલીંગ કરી તેના માતા-પિતાનો સપંર્ક કરી સમજાવી બેન – બનેવી અને પત્નીને સોંપવામાં આવ્યો હતો.

પડતર પ્રશ્નો મુદ્દે ભરૂચ માલધરી સમાજે નર્મદામાં દુગ્ધાભિષેક કરી કર્યો વિરોધ!

આજરોજ ભરૂચના નીલકંઠડેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી માલધરી સમાજને લગતા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ સરકાર દ્વારા લાવવામાં આવેલ બિલના વિરોધમાં એક દિવસ માટે દૂધની હડતાળ પાડી નર્મદા નદીમાં દૂધનું અભિષેક કરી તેમજ સિવિલ હોસ્પિટલ સહિત જરૂરિયાત લોકોને દૂધનું વિતરણ કરી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ,સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં પણ માલધારીઓએ વિરોધ કર્યો હતો. માલધારીઓ દ્વારા ઠેર ઠેર વિરોધનો શૂર ઉઠી રહ્યો છે. માલધારીઓની માંગ છે કે તેઓને ગોચરની જમીન આપવામાં આવે. ગુજરાતમાં માલધારીઓએ ઢોર નિયંત્રણ કાયદાને પાછો ખેંચવા માટે આજે દૂધનું વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું અને જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થઇ રહ્યા છે. માલધારીઓએ કહ્યું હતું કે આજે દૂધનું એક ટીપું પણ કોઈપણ ડેરીમાં આપવામાં આવશે નહીં તો દૂધ કેવી રીતે ઉત્પાદન થશે અને જો દૂધ ઉત્પાદન થશે તો તે ભેળસેળ યુક્ત હશે. વધુમાં તેમણે કહ્યું કે આજે ભરૂચની નર્મદા નદીમાં દૂધ ઢોળીને માં નર્મદાનો અભિષેક કર્યો હતો.

ભરૂચ ખાતે 60 એચ. આઈ. વી પોઝીટીવ બાળકોને એજ્યુકેશન કીટનું કરાયું વિતરણ

ભરૂચ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી /એઇડ્સ (બી.ડી.એન.પી-) જે એચ.આઈ.વી /એઇડસ સાથે જીવતા લોકો નું સંગઠન છે.જેના દ્વારા એજ્યુકેશન કીટ વિતરણ નો કાર્યક્રમ ભરૂચના રોટરી ક્લબ ખાતે 60 એચ. આઈ. વી પોઝીટીવ બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવ્યું. સૌ પ્રથમ પ્રોગ્રામની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી.તેમજ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.

બાદ બી.ડી.એન.પીક ના ઉપપ્રમુખ નીમીષાબેન પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. એચઆઇવીની બીમારીથી પીડિત જે લોકો મૃત્યુ પામ્યા તેમના માટે ૨ મિનિટનું મૌન પાડવામાં આવ્યું.આવનાર મહેમાનો દ્વારા બાળકોને અભ્યાસ પ્રત્યે રુચિ અનુસાર સંબોધવામાં આવ્યા. એજ્યુકેશન કીટ માં સ્કૂલ બેગ, નોટ બુક,ચોપડા,કંપાસ, ટીફીન બોક્સ, કલર બોક્સ, પાણી ની બોટલ,પેન બોક્સ,પેન્સિલ બોક્સ 60 પી.એલ.એચ.આઈ.વી. બાળકોને આપવામાં આવેલ.તથા પ્રોગ્રામના અંતે અલ્પાહાર કરાવી પ્રોગ્રામની સમાપ્તિ કરેલ.

અંકલેશ્વરથી ચોરી થયેલી કાર ખેડાના કઠલાલથી બિનવારસી હાલતમાં મળી

અંકલેશ્વરથી ચોરી થયેલી કાર ખેડા જિલ્લાના કઠલાલથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. કાર અંગે સ્થનિકોએ કઠલાલ પોલીસે જાણ કરી હતી. ત્યારબાદ શહેર પોલીસે ટ્રાન્સફોર્મર વોરન્ટ પર કારને અંકલેશ્વર લઇ આવ્યા છે. જોકે સીસીટીવીમાં દેખાતો કાર ચોરને શોધવા પોલીસ કવાયત કરી રહી છે.

અંકલેશ્વરમાં 10મી સપ્ટેમ્બરના રોજ હાંસોટ રોડ પર આવેલા ભવ્ય એપાર્ટમેન્ટમાં માનસી મહેતા અને તેમનો પુત્ર ઘરમાં એકલા છે. તે સમયે એક અજાણ્યો વ્યક્તિએ ટાટા સ્કાયમાંથી આવે છે અને સેટઅપ બોક્સ રીપેર કરવાનું છે તેમ કહી અંદર પ્રવેશ્યો હતો. માનસી મહેતાએ તેને રીમોટ આપી પોતાના કામમાં લાગી ગયા હતાં. આ સમય દરમિયાન કાર ચોરે ઘરમાં મૂકેલી કારની ચાવી લઈને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેને તક મળતાં ઘરના આંગણામાં પાર્ક કરેલી કારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. માનસીબેને મકાનના આંગણામાં કાર નહીં જોવા મળતા તપાસ કરી હતી. જેમાં પાડોશીઓએ જણાવ્યું હતું કે, બપોરે એક વ્યક્તિ તેની કાર લઇ ગયો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.

આ અંકલેશ્વરથી ચોરાયેલી કાર અંતે 9 દિવસ બાદ ખેડા જિલ્લાના કઠલાલ ખાતે બિનવારસી હાલતમાં પડેલી મળી આવી હતી. જે અંગેની કઠલાલ પોલીસ મથકે જાણ કરતાં કઠલાલ પોલીસેએ શહેર પોલીસ દ્વારા વાયરલેસ કરેલા પોલીસ મેસેજ આધારે સંપર્ક કર્યો હતો. જે અંગે શહેર પોલીસે જરૂરી વિગતો આપતા કાર એ જ હોવાનું સામે આવ્યું હતું. જે આધારે અંકલેશ્વર શહેર પોલીસની એક ટીમ કઠલાલ ખાતે પહોંચી કારને અંકલેશ્વર લઇ આવી હતી. હાલમાં તો પોલીસે સીસીટીવીમાં દેખાયેલ ચોર હજી પણ ફરાર હોય તેને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.

ઉમરપાડામાં આદીવાસી સમાજ દ્વારા વિશાળ રેલી સાથે આવેદન!

ઉમરપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારા અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા સહિત કુલ ચાર અલગ અલગ કનડતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

આદિવાસી સમાજ દ્વારા વ્યારા, માંડવી, વાલીયા, દેડીયાપાડા, માંગરોળ, સોનગઢ સહિતના અનેક તાલુકાઓમાં આદિવાસીના ખોટા પ્રમાણપત્ર મુદ્દે આવેદનપત્રો આપી લડત ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઉમરપાડામાં આદિવાસી સમાજ  દ્વારા મોટી સંખ્યામાં ઉમરપાડા એસટી ડેપોથી મામલતદાર કચેરી સુધી રેલી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુવા સંગઠનના આગેવાન સ્નેહલભાઈ વસાવાની આગેવાની હેઠળ કાર્યકરો ધર્મેશ વસાવા, ગજેન્દ્ર વસાવા વગેરે એ ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર આપી આગેવાનોએ જણાવ્યું કે ભારતના સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ધોર અન્યાય થઈ રહ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા જારી કરેલ મુખ્યમંત્રી કૃષિ ઉદ્યોગ યોજના અંતર્ગત ઉમરપાડા તાલુકાના લાભાર્થી તરીકે ઘણા બધા બોગસ લાભાર્થીઓના નામનો સમાવેશ થયો છે જેથી સાચા આદિવાસી લાભાર્થીઓ લાભથી વંચિત છે. આ નામો રદ કરવામાં આવે અને બોગસ લાભાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જામખંભાળિયામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રતિલાલભાઈ વસાવાને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમને ફરી ફરજ ઉપર હાજર કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ન્યાય આપવામાં આવે તેવી અપીલ કરીએ છે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચિમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી છે. આ કાર્યક્રમમાં માંગરોળ, ઉમરપાડા, ડેડીયાપાડા, સાગબારા, નેત્રંગના અનેક આદિવાસી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં પોષણ માસની ઉજવણી કરાઈ

સરકારના ૫રિ૫ત્રના મુજબ ચાલુ સપ્ટેમ્બર માસને પોષણમાસ તરીકે ઉજવવાનો આદેશ થયો હોય સુઠોદરા પ્રાથમિક શાળામાં પોષણમાસ ઉજવણી કરવામાં આવી હતી.

સુઠોદરા શાળાના આચાર્યા રેખાબેન દ્વારા બાળકોના વાલીઓ સાથે ટેલિફોનીક વાતચીત કરતાં બાળકોની વ્હાલી મમ્મીઓએ પોતાના બાળકો માટે ખૂબ સરસ અલગ અલગ પૌષ્ટીક વાનગીઓ બનાવી બાળકો સાથે શાળામાં હાજર રહયા હતા.અને શાળામાં પોષણયુકત વાનગી સ્પર્ધાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકો તથા વાલીઓેએ સ્પર્ઘામાં ઉત્સાહભેર ભાગ લીઘો હતો.અને પોતપોતાની અલગ અલગ વાનગીઓનુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.ત્યાર બાદ આચાર્યા રેખાબેન દ્વારા બાળકોને વિવિઘ વાનગીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.અને વાનગીઓ માંથી મળતા વિવિધ વિટામિન વિશે જણાવ્યું હતું.અને ઘરનો પોષણયુકત ખોરાક ખાઇને તંદુરસ્ત રહેવાની અપિલ બાળકો તેમજ વાલીઓને કરવામાં આવી હતી.

આ પ્રસંગે એસ.એમ.સી.ના સભ્યો તેમજ શાળા ૫રિવાર,મઘ્યાહન ભોજન ૫રિવાર,આંગણવાડી ૫રિવારના સભ્યો હાજર રહ્યાં હતાં.તેમજ આચાર્યા દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યાં હતાં.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ
error: Content is protected !!