The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 61

સુરતથી કચ્છ સુધી નિકળેલા 75 સાયકલિસ્ટોનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત

સુરતથી માતાના મઢ (કચ્છ) 750 કિમીની સાયક્લિંગ યાત્રાએ નિકળેલા જય આશાપુરામાં આસ્થા ગ્રુપના 75 સાયકલિસ્ટ અંકલેશ્વરમાં આવી પહોંચતા અંકલેશ્વર-ભરૂચના સાયકલીસ્ટ ગ્રુપના સભ્યોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

લોકોમાં જનજાગૃતિ લાવવા સુરત જય આશાપુરામાં આસ્થા ગ્રુપ દ્વારા એ હાલો માતાના મઢ (કચ્છ) સુધી સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં 75 સાયકલિસ્ટ 20 સપ્ટેમ્બરે સુરતથી નીકળીને 750 કિમિનું અંતર કાપીને 27 સપ્ટેમ્બર 2022ના રોજ આશાપુરા માતાના મઢ (કચ્છ) પહોંચશે. આ સાયકલ યાત્રા દરમિયાન 75 સાયકલ યાત્રીઓ 75 વૃક્ષારોપણ કરીને દર રોજ 75 મિનિટ માતાજીની આરાધના કરીને લોકોમાં સરકારની યોજના ‘પેડલ ફોર હેલ્થ, પ્રદુષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઈન્ડિયાનો ઉદ્દેશ સાથે સાયકલિંગ કરવાથી થતા ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરશે.

75 સાયકલિસ્ટ સુરતથી નીકળ્યા બાદ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા અંકલેશ્વર-ભરૂચ સાયકલિંગ ગ્રુપના સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણે તેમનું ભવ્ય સ્વાગત કરી આવકારી તેઓ સહીસલામત આશાપુરા માતાના મઢ (કચ્છ) પહોશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ભરૂચ રેનબસેરામાં રાતવાસો કરતા કોન્ટ્રાકટરોના મજૂરોનો વિવાદ વકર્યો

ભરૂચમાં સિવિલ રોડ ઉપર રૂપિયા એક કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રેનબસેરામાં કોન્ટ્રકટરના મજૂરો રાત્રીરોકાણ કરતા હોવાનો વિવાદ વકર્યો હતો. ભરૂચ સિવિલ રોડને અડીને રૂપિયા એક કરોડના ખર્ચે રેન બસેરાનું નિર્માણ કરાયું હતું. જેનું સંચાલન ભરૂચ પાલિકા દ્વારા સેવા યજ્ઞ સમિતિને સોપાયું હતું.

સોમવારે રાતે રેનબસેરામાં કોન્ટ્રકટરના મજૂરો રાતવાસો કરતા હોવાનો વિવાદ ઉઠ્યો હતો. મોબાઈલ ધારક કોન્ટ્રકટના મજૂરો રેનબસેરામાં રાતે પડાવ નાખી રહ્યા છે. જ્યારે ખરેખર બેઘર, નિરાશ્રીતોને ફૂટપાથ ઉપર જ રાત વિતાવવી પડતી હોવાને લઇ હંગામો મચી ગયો હતો.

રેન બસેરામાં કોન્ટ્રાકટના મજૂરોના ધામાને લઈ ઉભા થયેલા વિવાદ અંગે પાલિકા મુખ્ય અધિકારી દશરથ ગોહિલે જણાવ્યું હતું કે, રેન બસેરામાં ભિક્ષુકો, ફૂટપાથ ઉપર રહેતા લોકો, નિરાશ્રીતો સહિત મજૂરોને રાતે આશરો આપવાની સરકારી જોગવાઈ છે. જે મુજબ જ તેમને રાતે રાખવામાં આવે છે.

રેનબસેરાનું સંચાલન કરતા સેવા યજ્ઞના હિમાંશુ પરીખે કહ્યું હતું કે, વિવાદને કોઈ સ્થાન નથી. સરકારી ગાઈડલાઈન મુજબ મજૂરો, ભિક્ષુકો, બેઘર, ગરીબો, વૃદ્ધોને રાત્રી આશરો અપાઈ છે. જેમને લેવા જવા માટે વાહનનો પણ ઉપયોગ કરાય છે.

વાગરાના સામંતપોર ખાતેની ATC ટાયર સાથે હાલોલની કંપની દ્વારા રૂ.1.60 કરોડની છેતરપિંડી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામંતપોર ખાતે આવેલી ATC ટાયર કંપની સાથે હાલોલની ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ્સના 4 ડીરેક્ટરોએ ₹1.60 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દહેજ પોલીસ મથકે દર્જ કરાવવામાં આવી છે.

વાગરાના સામંતપોર ખાતે આવેલી ATC કંપનીએ હાલોલ GIDCમાં આવેલી ઇનોવેટિવ ટાયર અને ટ્યુબ્સ કંપનીને ભરૂચની ATC દ્વારા જુલાઈ 2021 થી ટાયર કમ્પાઉન્ડ બનવવા કાચો માલ આપવાનું શરૂ કર્યું હતું. ડિસેમ્બર 2021 સુધી ATC એ હાલોલની કંપનીને કુલ 1565 મેટ્રીક ટન કાચો માલ આપ્યો હતો. જેમાંથી 1347 મેટ્રિક ટન ટાયર કમ્પાઉન્ડ બનાવી આપ્યું હતું.

જે બાદ હાલોલનું ઉત્પાદન કંપનીએ બંધ કરી દેતા 218 મેટ્રીક ટન ભરૂચની કંપનીને રો-મટિરિયલ્સ પરત કરાયું ન હતું. વારંવારની જાણ કરવા છતાં 121 મેટ્રીક ટન માલ પરત આપી વિશ્વાસ અને વાયદાઓ વચ્ચે આજદિન સુધી 92 મેટ્રીક ટન કિંમત રૂપિયા 1.60 કરોડનો કાચો માલ પચાવી પાડ્યો હતો. જે અંગે ATC કંપનીના ફાયનાન્સ આસી. જનરલ મેનેજર આશુતોષ સોમાનીએ દહેજ પોલીસ મથકે હાલોલની કંપનીના 4 ડિરેક્ટરો વડોદરા રહેતા મુકેશ ગુણવત દેસાઈ, અરવિંદ રામકિશોર તાંબી અને હાલોલના કેયુર મધુસુદન બક્ષી તેમજ કલ્પનાબેન પ્રકાશ જોશીપુરા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ભરૂચ:ઓસારા મહાકાળી મંદિર નવરાત્રીમાં ૯ દિવસ ભક્તો માટે દર્શનાર્થે રહેશે ખુલ્લું

શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી માં નવદુર્ગા ,અંબા,બહુચર ,કાલિકાના પૂજા અર્ચના નું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.ભરૂચ થી ૧૫ કિલો મીટરના અંતરે આવેલ ઓસારા ગામે આવેલ વિશ્વશાંતિ મહાકાળી માતાજી નું મંદિર નવરાત્રીના નવ દિવસ માતાજીના દર્શન માટે ભાવિક ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશેની જાહેરાત સંચાલકો દ્વારા કરવામાં આવી છે.

નવ દિવસ દરમિયાન મંદિરમાં દર્શનનો સમય સવારે ૭.૩૦ કલાક થી ૧૧.૦૦ કલાક અને સાંજે  ૪.૦૦ કલાકથી ૭.૦૦ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશેનું પણ જણાવાયું છે.આ મંદિર ની એક વિશિષ્ટા એ છે કે આ મંદિર માત્ર અઠવાડિયામાં એકજ વાર મંગળવારના દિવસે જ ખુલ્લું રહે છે અને અહીંયા કોઈ પણ જગ્યાએ  રૂપિયા પૈસા મુકવામાં આવતા નથી અહીંયા માત્ર તપને જ મહત્વ આપવામાં આવે છે.

દેડીયાપાડા આદિવાસી સમાજ દ્વારા ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ!

દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિનાં ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એ અનુસંધાને પ્રાંત અધિકારીશ્રી મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશી ને આદિવાસી સમાજના લોકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભારતનાં સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે. એ અંગે આદિવાસી સમાજ ની જે માંગણીઓ છે કે રબારી, ભરવાડ,અને ચારણ જાતિ ને બક્ષીપંચમા સમાવેશ. કરો. તમામ ક્ષેત્રે આદિવાસી ના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરી કાયદેસર ની કાર્યવાહી કરો. ગુજરાત સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ નો તા.૦૪-૦૮-૨૦૨૨ નો ગેર બંધારણીય પરિપત્ર તાત્કાલિક રદ કરો. આ પાંચ માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આદિવાસી સમાજને ખરા અર્થમાં ન્યાય આપે તેવી માંગ કરવામાં  આવી હતી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ડ્રગ્સના જથ્થા સાથે ૨ ઝડપાયા

ભરૂચ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે સલમાન મુસ્તાક પટેલ નામના ઈસમ પાસેથી પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ ૯૯ ગ્રામ જેની કિંમત ૯,૯૦,૦૦૦ ની થાય છે જેને રેલવે સ્ટેશન ખાત્તે થી ઝડપી પાડી જથ્થો મંગાવનાર ઈસમ ઇમરાન શોકત ખીલજી નામના નિવૃત મહુર્મ પોલીસ કર્મીના પુત્રને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈઓ ફોન સહિત કુલ ૧૦,૧૦,૦૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંન્નેવ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

નોંધનીય છે કે ઝડપાયેલા બંન્નેવ આરોપીઓ સલમાન અને ઇમરાન ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકના ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વધુ એકવાર ડ્રગ્સ મામલે પોલીસે તેઓની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. પોલીસ પકડમાં આવેલ બંને ઈસમો ભરૂચના રહેવાસી છે. જેમાં સલમાન મુસ્તાક પટેલ ભરૂચ શહેરની નેશનલ પાર્ક સોસાયટીનો તેમજ ઇમરાન શોકત ખીલજી ભરૂચના કાળીતલાવડી વિસ્તારમાં આવેલ વસિલા સોસાયટીનોમાં વસવાટ કરે છે જેઓ બંન્નેવ ઈસમોને SOG પોલીસે ડ્રગ્સમાં જથ્થા સાથે ઝડપી પાડયા છે.

સાગબારાના સિમનીપાદર ગામે ગરીબ જરૂરિયાતમંદ લોકોને કપડાનું કરાયું વિતરણ

સાગબારા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ સિમનીપાદર ગામે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારા દ્વારા ગરીબ પરિવારના સભ્યોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારા વાર તહેવારે શિયાળો, ઉનાળો હોઈ કે પછી ચોમાસુ તાલુકામાં આવેલ જુદા જુદા ગામોમાં વસતા ગરીબ જરૂરીયાત મંદ પરિવારોને કોઈને કોઈ રીતે સહાયનું સેવાભાવી કાર્ય કરતું આવ્યું છે ત્યારે આજે તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ સિમની પાદર ગામે જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી પૂ.નાના ચુડાસમાજીની જન્મ જયંતિ નિમિતે દર વરસે તારીખ  17 સપ્ટેમ્બર થી તારીખ 23 સપ્ટેમ્બર વચ્ચે ઉજવાતા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત જંગલ વિસ્તારના અંતરીયાળ ગામ સિમની પાદર ગામ ખાતે કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

જેમા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારાના પ્રમુખ જગદીશભાઈ શાહ, ઉપ પ્રમુખ શંકરભાઈ વસાવા, ઉપ પ્રમુખ અંબાલાલ પટેલ, શ્રીરામ ભડાને સહિત સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી સિમની પાદર ના સરપંચ તથા ગ્રામજનોની હાજરીમા ગામના જરુરીયાત વાળા લગભગ ૧૬૦ લાભાર્થીઓને વિવિધ કપડાંનુ વિતરણ કરવામા આવ્યુ. ગામલોકોએ ખુબ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટમાં જાયન્ટસ ગૃપ ઑફ ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

કેન્દ્ર સરકારે 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરતા ભરૂચ આદિવાસી સમાજે નોંધાવ્યો વિરોધ

ભરૂચ આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમજ કેન્દ્ર સરકારે 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરતા તેનો વિરોધ નોંધાવી તેને રદ કરવાની પણ માગ કરી છે.

આદિવાસી સમાજના આગેવાનોના જણાવ્યાં અનુસાર રાષ્ટ્રપતિના 1950 અને 1956ના મોડિફાઇડ નોટીફીકેશનનું ઉલ્લંઘન કરી કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે 14મી સપ્ટેમ્બરના રોજ 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરવાની જાહેરત કરવામાં આવી છે જે તાત્કાલિક રદ્દ કરવા, નિયામક આદિજાતિનો 15-9-22નો ગેરબંધારણીય પત્ર રદ્દ કરવા, રબારી, ભરવાડ અને ચારણ જાતિને બક્ષીપંચમાં સમાવેશ કરવા, તમામ ક્ષેત્રે આદિવાસીના ખોટા જાતી પ્રમાણ પત્રો રદ્દ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સહીત પાંચ માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આદિવાસી સમાજને ખરા અર્થમાં ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે.

આમોદના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો

આમોદ તાલુકાના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજને આખરે વનવિભાગે પાંજરામાં પૂરતા લોકોએ હાશકારો લીધો હતો.

આમોદ તાલુકાના માતર ગામે કપિરાજે પાંચ થી વધુ લોકોને બચકાં ભરી આતંક મચાવ્યો હતો.અને ગામલોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરતાં પ્રાથમિક આયોગ્ય કેન્દ્ર માતર ખાતે લોકોએ સારવાર લેવાની ફરજ પડી હતી. જેથી ગામલોકો ભયભીત બન્યા હતાં.ત્યારે આમોદ વનવિભાગે બચકાં ભરતા કપિરાજને કેદ કરવા કવાયત હાથ ધરી હતી.જેમાં આતંક મચાવનાર વાંદરો પાંજરે પુરાતા લોકોએ હાશકારો લીધો હતો.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

પડતર માંગોના નિરાકરણ માટે ભરૂચ જીલ્લા આઉટ સોર્સિંગ રોજમદાર કર્મીઓએ આપ્યું આવેદન

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મચારીઓએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવ્યા અનુસાર સમાન કામ, સમાન વેતન,વર્ષોથી સેવા બજાવતા કોન્ટ્રકટ આધારિત કામદારોને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈપણ જાતના પગલા નહિ ભરવામાં આવતા શનિવારથી ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી પડ્યા છે, અને જો તેઓના પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

error: Content is protected !!