નાતાલ એ દિવસ છે કે બધા સમયને એક સાથે રાખે છે. નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ, ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામમાં અંગ્રેજી માધ્યમમાં નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
આ તહેવાર એ દરેક માટે આનંદ અને ઉત્સાહ લઈને આવે છે આ તહેવાર નિમિત્તે પ્રી પ્રાયમરી સેક્શન અંગ્રેજીમાં ભૂલકાઓએ સાન્તાક્લોઝ બાળ સાન્તાક્લોઝ ની વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા અને પ્રી પ્રાઇમરી સેકશનના શિક્ષિકા શિવાંગી મેડમે પણ સાન્તાક્લોઝ ની ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓને સંગીતના તાલે આનંદ કરાવ્યો અને વિદ્યાર્થીઓએ ક્રિસમસ ટ્રી જુદા જુદા સ્ટાર તેમજ નાતાલ પર્વના ચિત્રો તૈયાર કર્યા અને પર્વની ઉત્સાહપૂર્વક આગળ ઉજવણી કરી શાળા પરિવાર તરફથી નાતાલના તહેવાર નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી અને નાતાલ પર્વના વધામણા સાથે વિદ્યાર્થીઓ દ્વારા એકબીજાને ‘મેરી ક્રિસમસ’ની શુભેચ્છા પાઠવવામાં આવી.