The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

માય લિવેબલ ભરૂચ અનવ્યે મુખ્ય રસ્તાઓની ૨૪ કલાક સાફ-સફાઈની કામગિરીનો થયો શુભારંભ

જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્રારા વિવિધ સહભાગીઓ સંસ્થાઓ સાથે ભરૂચ શહેરના મુખ્ય માર્ગોની ઝીણવટપૂર્વક સ્થળ તપાસ, અનેક તજજ્ઞ, ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓએ અરસપરસ સંકલનમાં રહીને અંદાજિત ૪૦ કિ.મી. લંબાઈ વિસ્તારના (મુખ્યત્વે ભરૂચ શહેરી તથા નંદેલાવ, ભોલાવ અને ઝાડેશ્વર) મુખ્ય માર્ગોની સાફસફાઈ અંગેની કામગીરી સીએસઆર પહેલના પ્રથમ તબકકામાં હાથ ધરીને પાર પાડી શકાય એવું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.આ વિશ્લેષણના આધારે આજ રોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માતરિયા તળાવ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને “માય લિવેબલ ભરૂચ’ સીએસઆર પહેલ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે, ધારાસભ્યએ રમેશ મિસ્ત્રીએ પ્રાંસગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, આપણા  ભરૂચને સુંદર અને હજુ વધુ રહેવાલાયક બનાવવા આથી વિશેષ પ્રસંગ બીજો કોઈ હોઈ શકે નહી. સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કમાં આપણું ભરૂચ પણ દેશના ટોપટેન શહેરોમાં આવે તેવા પ્રયાસો કરવા ‘’માઈ વિલેબલ ભરૂચને’’ અભિયાન સ્વરૂપે ઉપાડી લઈ તંત્રને સહકાર આપીએ. જિલ્લા કલેક્ટેર તુષાર સુમેરાએ પણ પ્રાસંગિક પ્રવચનમાં પોતાના આઈએએસની ટ્રેનિંગ દરમ્યાન સિંગાપોર દેશની વિઝિટ દરમ્યાન સ્વચ્છતા અંગેના રસપ્રદ પ્રસંગો સાથે ત્યાંની સિસ્ટમની ચર્ચા કરી હતી.  અને  ભારતમાં સ્વછતતા સર્વેક્ષણમાં પ્રથમક્રમે આવતા ઈન્દોર શહેરના ગારબેઝ કલેક્શન વ્યવસ્થા અને ગારબેઝ ફ્રી શહેરની વાત સાથે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ભરૂચ શહેરને પણ વધુ સારી રીતે રહેવાલાયક, સુંદર બનાવવાની આ પહેલને લોકો અપનાવે અને મદદરૂપ બને તેવી હાંકલ કરી હતી.

આ પ્રસંગે, “માય લિવેબલ ભરૂચ”– સીએસઆર પહેલમાં યથાયોગ્ય સીએસઆર અનુદાન ફાળવતી કંપનીઓના સપોર્ટ માટે કંપનીઓ તરફથી હાજર રહેલા પ્રતિનિધિઓને જિલ્લા તંત્ર વતી પ્રોત્સાહન  આપવા ટ્રોફી આપવામાં આવી હતી.  તે સાથે  કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને સિગલ યુઝ પ્લાસ્ટિકની જગ્યાએ જ્યૂટ બેગ્સના વપરાશ અર્થે જ્યુટ બેગનું વિતરણ પણ કરાયું હતું.કાર્યક્રમના અંતે ભરૂચ મુખ્ય રસ્તાઓની ૨૪ કલાક સાફ-સફાઈની કામગિરીનો શુભારંભ કરાવા માટે સ્ટેજ પરના મહાનુભાવોના હસ્તે લિલિઝંડી આપવામાં હતી. આ કાર્યક્રમમાં બાંધકામ શાખાના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,  ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ખાનગી સંસ્થાઓ, સીએસઆર અનુદાન ફાળવતી કંપનીઓ તરફથી હાજર રહેલા પ્રતિનિધિઓ, તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!