નેત્રંગ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 8 હજારની લાંચ લેતાં ઝડપાયો હતો. મૂળ ઓડીસાના અને નેત્રંગમાં ગણેશ માર્કેટીંગ નામની દુકાન ધરાવતાં રાજેશ અને મનોજ દાસ પાસે અમદાવાદના વિરલ ઠક્કર નામના શખ્સે ૧૦નંગ એસી ખરીદ્યા હતાં પણ તેમણે રૂપિયા ન ચુકવતાં તેમની સામે કેસ થયો હતો.
આ દરમિયાન નેત્રંગ પોલીસે રાજેશને પ્રોહિબિશનના કેસમાં ઝડપી પાડતાં અમદાવાદની નરોડા પોલીસ તેને લઇ ગઇ હતી. તો બીજી તરફ નેત્રંગના હેકો વિજયસિંહે તેના ભાઇ મનોજને તારા વિરૂદ્ધ પણ રૂપિયા ૫૬ હજારની ફરિયાદ થઇ છે. ત્યારે ત્યાંના રૂપિયા ૫૬ હજાર અને પટાવટના ૪૪ હજાર મળી કુલ એક લાખની માંગણી કરતાં તેણે રૂપિયા ૯૨ હજાર આપ્યાં હતાં. જેમાંથી બાકી રહેલાં ૮ હજારની લાંચ લેતાં તે વડોદરા એસીબીની ટીમના છટકામાં ઝડપાઇ ગયો હતો.