ગઇ કાલ તા.૨૫/ ૦૭/ ૨૦૨૩ ના રોજ નર્મદા ચોકડી ભરૂચ ખાતેથી કંપની કર્મચારીની પ્રાઇવેટ બસમાં બેશી જોલવા જવા માટે બેસેલ. તે વખતે જ એક્ટીવા ચાલક અજાણ્યા ઇસમે બસના ડ્રાઇવર સાથે પેસેન્જર કેમ બેસાડ્યા ? તેમ કહી બોલચાલી કરી બસનો પીછો કરેલ, કંપનીની બસ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ કાવેરી રીલાયન્સ કોલોની પાસે ઉભી રહેતા, અજાણ્યા એક્ટીવા ચાલકે બસમાંથી પેસેન્જરો ઉતારી, તેઓની સાથે રકઝક કરી, પેસેન્જરોને ચપ્પુ બતાવી, મારી નાંખવાની ધમકી આપી, ચપ્પુની અણીએ રૂપિયા ૧૫,૦૦૦/- ની લુંટ કરી ભાગી જતા આ અંગે અજાણ્યા એક્ટીવા ચાલક વિરૂધ્ધ ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.

દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ.વાળાની ટીમને મોડી રાત્રે બાતમી હકિકત મળેલ કે દહેજ બાયપાસ રોડ રીલાયન્સ કોલોની પાસે રોડ ચપ્પુની અણીએ થયેલ લુંટમાં ભરૂચ શહેર વસંત મીલની ચાલમાં રહેતો અને અગાઉ લુંટના ગુનાઓમાં પકડાયેલ શૈલેષ ઉર્ફે ઇલ્લુ વસાવા સંડોવાયેલ છે અને તે હાલ કરજણ તાલુકાના દીવી ગામે છે. જે મુજબની માહીતી આધારે તાત્કાલિક એલ.સી.બી.ની એક ટીમને દીવી ગામે મોકલી લુંટના શકમંદ શૈલેષ ઉર્ફે ઇલ્લુ અરવિંદભાઇ વસાવા રહે,વસંત મીલની ચાલ ભારતી ટોકીઝ,પેટ્રોલપંપ,ભરૂચ ને ભરૂચ એલ.સી.બી.ખાતે લઇ આવી તેની ઉંડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા આરોપીએ કેફીયત આપેલ કે દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રીલાયન્સ કોલોની પાસે રોડ ઉપર પેસેન્જર પાસેથી ચપ્પુ બતાવી રૂપિયા ૧૫,૦૦૦/- ની લુંટ કરી એક્ટીવા લઇ ભાગી ગયેલ આ ઉપરાંત બે દિવસ અગાઉ પોતે ને.હા. ઉપર જતો તે વખતે પણ વડદલા ગામથી થોડે આગળ એક ટ્રક ચાલક રોડની સાઇડમાં ગાડી ઉભી રાખી કેબીનમાં સુઇ ગયેલ હોય તેનો મોબાઇલ ચોરી કરેલ હતો.

પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગ કરેલ એક્ટીવા તથા મોબાઇલ નંગ-૦૨ મળી કુલ મુદ્દામાલ કિમત રૂપિયા ૩૫,૫૦૦/ – નો કબ્જે કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપીએ બે દિવસ અગાઉ ને.હા.ઉપર વડદલાથી આગળ ટ્રક ચાલક ટ્રક ઉભી રાખી સુતો હતો દરમ્યાન એક મોબાઇલની ઉઠાંતરી કરેલાની કબુલાત કરેલ છે.પકડાયેલ આરોપી શૈલેષ ઉર્ફે ઇલ્લુ વસાવા લુંટ કરવાની ટેવવાળો છે. તેના વિરૂધ્ધ ઉપરોક્ત જણાવ્યા મુજબના લુંટના ગુનાઓ પણ રજીસ્ટર થયેલ છે. તે મુખ્યત્વે હીંદી ભાષી & પરપ્રાંતિયો પેસેન્જરને ટાર્ગેટ કરે છે અને તેઓને ધાક ધમકી આપી રોકડ રૂપિયાની નાની-મોટી લુંટ કરી પોતાના મોપેડ મારફતે ભાગી જવાની મોડસ ઓપરેંડી ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here