હાંસોટ નવીનગરી અંભેટા રોડ પર પર રહેતા આદિવાસી ગરીબ પરિવાર ના 55 વર્ષીય ભૂરી બેન ઠાકોર રાઠોડ માછીમારી નો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય આજે સવારે આલિયાબેટ ખાતે માછીમારી કરવા માટે એમનાં પુત્રના પુત્ર 14 વર્ષીય આકાશ કુમાર રાઠોડ સાથે ચાલતાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડતાં બંનેનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં.
બીજા લોકો માછીમારી કરીને આવી રહેલા હોય તેમણે આ બંને ને મૃત્યુ પામેલી હાલતમાં જોતાં ખાનગી વાહન ની મદદ થી બંને ના મૃતદેહ ને લાવતાં મૃતકના પરિવારજનો માં શોક ની લાગણી સાથે હૈયા ફાટ રૂદન નાં દ્રશ્યો સર્જાયા હતા.
હાંસોટ પોલીસ ને ઘટના ની જાણ થતાં મૃતકના પરિવારજનોને મળી બનાવ આલિયાબેa બન્યો હોઈ જે દહેજ તાલુકામાં હોવા છતાં માનવતાની દ્રષ્ટિ એ મૃતકનો પોલીસ રિપોર્ટ બનાવવાના હોય તે તરત બનાવી પોસ્ટમોર્ટમ ની વિધિ તરત કરાવી પરિવાર જનોને મૃતદેહો સોપી દીધેલ હતાં આમ હાંસોટ પોલીસે મૃતક નાં પરિવારજનોને આકસ્મિક મોત અંગે સરકાર માંથી મળતી સહાય મળે તે અંગેની કાર્યવાહી કરવામાં માનવતા દાખવી હતી.