ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની ઘટનાઓને ડામવા માટે વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત જિલ્લાના અનેક સ્થળે દરોડા પાડી રહ્યા છે, તેમજ ગુનાખોરીને અંજામ આપતાં તત્વોને જેલના સળીયા પાછળ પણ ધકેલી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા હાંસલ થઈ છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે જિલ્લાના પાનોલી નજીક આવેલ બાકરોલ બ્રિજ પાસેની એક દુકાનમાં દરોડા પાડ્યા હતા, ક્રાઇમ બ્રાંચના દરોડા દરમ્યાન 280 કિલો ગ્રામ જેટલાં એસ.એસ ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા.જે બાદ આ મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા બાબુ સિરાજ અંસારી રહે, યોગી નગર સારંગપુર અંકલેશ્વર, ગોકુલ લાલા શાહુ રહે, બાકરોલ અંકલેશ્વર તેમજ રામ અવતાર ગણપત દાસ સ્વામી રહે, બાકરોલ, અંકલેશ્વરની ધરપકડ કરી તમામ પાસેથી કુલ 83 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.