The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 100

ભરૂચની વિરાસત હવે માત્ર પાલિકાના લોગોની શાન!

ઇ.સ.૧૮૫૭ના બળવા પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટી કાર્યમાં ફેરફાર થતાં, તા.૨ નવેમ્બર,૧૮૫૮ના રોજ મહારાણી વિકટોરિયાએ હિન્દુસ્તાન દેશનો વહીવટ પોતાના હાથમાં  લીધો અને પ્રજા જીવન સ્થિર થયું. વિકટોરિયા ‘ક્વીન’મટીને ‘એમ્પ્રેસ’બન્યાં. ઇ.સ.૧૯૦૧માં રાણી વિકટોરિયાનું અવસાન થતાં,પ્રજાની એમના તરફની શુભ લાગણીના કારણે એમની યાદગીરી માટે ભરૂચની પ્રજાએ રૂપિયા ૬૦૭૩નું ઉઘરાણું કર્યું.તે રકમમાં ભરૂચ સુધરાઇએ પોતાના તરફથી રૂપિયા ૪૮૩૩ની રકમ ઉમેરી અને  કુલ રૂપિયા ૧૦,૮૦૬ના ખર્ચે મે,૧૯૦૮માં એક ટાવર બંધાવ્યો અને તેનું નામ ‘ વિકટોરિયા મેમોરિયલ ટાવર’ અપાયું.

ટાવરનું ઉદ્દઘાટન તે સમયના નગર પ્રમુખ રાવબહાદુર ચુનીલાલા વેણીલાલના હસ્તે કરવામાં આવ્યું હતું.ટાવરનું નિર્માણકાર્ય થયાના છ મહિના પછી સૌથી ઉપરના માળ ઉપર બીજો એક માળ ઊભો કરવાનું કાર્ય શરૂ થયું.એના નિર્માણ પાછળ રૂપિયા ૪૧૦૦નો ખર્ચ થયો હતો. જે પૈકીના રૂપિયા ૨૧૦૦ શ્રી ખરોદજી એદલજી લાક્ડાવાલા તરફથી મળેલા અને રૂપિયા ૨૦૦૦ નગરપાલિકાએ આપ્યા હતા. ઉપરના મજલાના નિર્માણ સમયે ઓટો રોથફિલ્ડ કલેકટર તરીકે હતા. ટેકનિકલ ઇજનેર તરીકે એન.એન.આયંગરે સેવા આપી હતી. આ સમયે  નગરપ્રમુખ તરીકે શાહ સોહરાબજી હોરમસજી હતા.

આ ટાવરની ઘડિયાળ ભવ્ય હતી. ખાસિયત એ હતી કે ટાવરની ચારે તરફ લાગેલી ઘડિયાળોના સંચાલન વચ્ચે લગાવાયેલ એક જ મશીન દ્વારા થતું હતું. ઘડિયાળની સાથે બે વિશાળ ઘંટ લગાડાવામાં આવ્યા હતા. બે માણસો બાથ ભરીને ઊભા રહે ત્યારે કાંસામાંથી બનાવેલા વિશાળકાય ઘંટ દર પંદર મિનિટે રણકી ઊઠતા અને માઇલો સુધી તેનો નાદ પહોંચાડતા.આ ઘડિયાળમાં એવી રચના કરાઇ હતી કે કલાક ઉપર પંદર મિનિટે ૧ ટકોરો,૩૦ મિનિટે બે ટકોરા અને ૪૫ મિનિટે ત્રણ ટકોરા વાગતા,જ્યારે પૂરા કલાકે જે સમય થયો હોય એટલા ટકોરા વાગતા.આ ટાવરની ટોચ પર ઇમરજન્સી લાલ લાઇટ તથા સાઇરન લગાડવામાં આવ્યું હતું, જે નિયમિત રીતે સવારે સાડા દસ વાગ્યે નગરજનોને સમયનો અણસાર આપતું હતું. આ ઉપરાંત રેલ કે અન્ય આફત સમયે નદીમાં એક ફૂટ પાણી વઘવા સાથે સાયરન વાગતું હતું.પણ પાલિકા સત્તાધિશો અને ધારસભ્યો સહિતનાની ઉદાસીનતાના પગલે આજે આ ટાવર માત્ર પાલિકાના લોગોની શાન બની ને જ રહી જવા પામ્યો છે. આવનારી પેઢી માટે હવે આ ટાવર માત્ર પલિકાના લોગો ઉપર જ દ્રષ્યમાન થશે.!

આમોદ પંથકમાં વીજ લાઇનના ધાંધિયા સર્જાતા ખેડૂતોએ વીજ કચેરીએ હલ્લો બોલાવ્યો

કપાસના મબલખ ઉત્પાદન માટે જાણીતા કાનમ પ્રદેશ ગણાતાં ભરૂચ જિલ્લામાં એગ્રીકલ્ચર વીજ લાઈનની સમસ્યાથી ખેડૂતો પરેશાન બન્યા છે.વીજ કંપનીના અધિકારીઓ ગેરમાર્ગે દોરી ખેડૂતોને હેરાન કરી રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.તેમજ લાઈટના અભાવે ખેડૂતોને લાખો રૂપિયાનું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે.જેથી ખેડૂતોએ આજે વીજ કચેરી ઉપર હલ્લાબોલ કરી અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો.

આમોદ તાલુકાના નિણમ ફીડરનો એગ્રીકલ્ચર કેબલ બળી જતાં ખેડૂતોને પાણી વગર લાખો રૂપિયાનું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ દર્શાવી હતી.છેલ્લા ૨૦ દિવસથી ખેડૂતો વીજ કંપની પાસે ખેતીની વીજ લાઇન ચાલુ કરવા માટે માંગ કરતા હતાં.પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની આમોદના અધિકારીઓ ખેડૂતોની માંગ સંતોષવાને બદલે ગોળ ગોળ જવાબો આપી ખેડૂતોને ગેરમાર્ગે દોરતાં હતાં.

ત્યારે આજે શ્રીકોઠી,નાહીયેર,રોંધ,આમોદ,તેગવા,નિણમ,સોનામાં,દાદાપોર,ચકલાદ ગામના ૧૦૦ થી વધુ ખેડૂતોએ ભેગા મળી વીજ કંપની સામે હલ્લો કર્યો હતો.ત્યાર બાદ આમોદ સબ સ્ટેશન પાસે પણ હલ્લો બોલાવી ખેડૂતોએ ભેગા મળી વીજ કંપનીના અધિકારીઓને સદબુદ્ધિ આવે માટે રામધૂન બોલાવી હતી.તેમજ જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા હતાં.ખેડૂતોએ એગ્રીકલ્ચર વીજ લાઇન ચાલુ નહીં થાય ત્યાં સુધી વીજ કંપની પાસે જ રહેવાની મક્કમતા બતાવી વીજ કંપનીના અધિકારીઓનો ઘેરાવો કરતાં વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું.ત્યારે શાનમાં સમજી ગયેલા વીજ અધિકારીઓએ ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી વીજ સપ્લાય આપવા તાબડતોડ કામે લાગી ગયા હતાં.

  • વિનોદ પરમર,ન્યુઝલાઇન,આમોદ

કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઇ માટે દેશભરમાં એકજ યુનિફોર્મ ગ્રીન પાવર પોલિસી જાહેર

  • ઉદ્યોગકારોને વીજળી દર ઘટાડવામાં રાહત થશે

કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા ઇલેકટ્રીસિટી (પ્રમોટીંગ રિન્યુએબલ એનર્જી થ્રુ ગ્રીન એનર્જી ઓપન એકસેસ) રૂલ ર૦રર જાહેર કરવામાં આવ્યો છે. આ રૂલ્સ મુજબ ભારતમાં હવે ગ્રીન એનર્જી માટેના એનર્જી બેન્કીંગ તથા ઓપન એકસેસ ચાર્જીસ માટે એકસમાન નીતિ ઘડતર કરવામાં આવી છે. છેલ્લાં ઘણા સમયથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એમએસએમઇ માટે દેશભરમાં એકજ યુનિફોર્મ ગ્રીન પાવર પોલિસી બનાવવાની માંગણી કરવામાં આવી રહી હતી.

ચેમ્બરની માંગણી મુજબ મોટા ભાગના મુદ્દાઓ કેન્દ્ર સરકાર દ્વારા આ નીતિમાં આવરી લેવામાં આવ્યા છે.ઓપન એકસેસ મિકેનિઝમમાં મિનિમમ એક મેગાવોટની કેપેસિટીની જોગવાઇ હતી તેને કાઢીને ૧૦૦ કિલોવોટની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનની અમલવારી ચાર મહિના બાદ ઓપન એકસેસ ચાર્જીસ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ દેશની તમામ રાજ્યોની ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા ઉપરોકત નોટિફિકેશનને આધારે પોતાના રાજ્ય માટે ગ્રીન ઓપન એકસેસ માટેના નીતિ નિયમો ઘડવા પડશે.

હાલમાં જ ચેમ્બરના પ્રતિનિધીએ નવી દિલ્હી ખાતે એમએસએમઇ મંત્રાલય દ્વારા યોજાયેલી કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને ત્યાં પણ ઉપરોકત તમામ માંગણી ચેમ્બર દ્વારા કેન્દ્રીય એમએસએમઇ મંત્રી નારાયણ રાણે તથા એમએસએમઇ સેક્રેટરી બી. બી. સ્વાઇન સમક્ષ કરવામાં આવી હતી. સાથે જ કેન્દ્રીય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ તથા કેન્દ્રીય ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને પણ રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગકારો છેલ્લાં લાંબા સમયથી નવી નીતિની રાહ જોઇ રહયા હતા ત્યારે તમામ મંત્રીઓ તથા સચિવોના સંયુકત પ્રયાસ બાદ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવી યુનિફોર્મ પોલિસી જાહેર કરવામાં આવી છે ત્યારે ઉદ્યોગકારોને વીજળી દર ઘટાડવામાં રાહત થશે. હવે દેશભરમાં સમાન નીતિ હેઠળ ગ્રીન એનર્જીના પ્રોજેકટ સ્થાપી શકાશે.આથી આ તબકકે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મિનિસ્ટર ઓફ પાવર રાજ કુમાર સિંઘ, કેન્દ્રીય એમએસએમઇ મંત્રી નારાયણ રાણે, કેન્દ્રીય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રીય ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર માન્યો હતો.

દહેજના વડદલાથી બોગસ ડૉકટર ઝડપાયો

ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ.વી.બી.કોઠોયાનાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારી/કર્મચારીઓ સાથે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી અંગે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં રવાના કરેલ.

તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ જે આધારે સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન આધારે અલગ અલગ પોલીસ ટીમો બનાવી દહેજ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વડદલા ગામેથી પ્રેસેન્જીત બિશ્વાસ ભાવેન બિશ્વાસ હાલ રહે. વડદલા ગામ પરમાર ફળીયુ તા.વાગરા, જી ભરૂચ. મૂળ રહે. દિગબંરપુર તા. કિષ્ણગંજ જી. નદીયા. વેસ્ટ બંગાળ (કલકત્તા) વાળો કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેકશન સાથે કુલ કિ.રૂ.૮૯૯૭/- ના મુદામાલ સાથે ગેરકાયદેસર રીતે મળી આવ્યો હતો.એસ.ઓ.જીએ તેની અટકાયત કરી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે પ્રેસ્ટન સીટી કાઉન્સીલમાં ચૂંટાયેલ ડેપ્યુટી મેયર નું કરાયું સન્માન

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા રોટરી ક્લબ ઓફ વાગરાનાં સંયુક્ત ઉપક્રમે ભરૂચનાં પનોતા પુત્ર અને પ્રેસ્ટન સીટી કાઉન્સીલ યુ.કેમાં ડેપ્યુટી મેયર એવા યાકુબભાઇ પટેલનો સન્માન સમારંભ સંસ્થાનના મધ્યસ્થ હોલ ખાતે ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડાનાં અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો.

કાયક્રમની શુભ શરૂઆત જે.એસ.એસની તાલીમાર્થી બહેનોએ પ્રાર્થનાથી કરી. ત્યારબાદ સંસ્થાનનાં નિયામક અને મેમ્બર સેક્રેટરી ઝયનુલ આબેદ્દીન સૈયદે પોતાના સ્વાગત પ્રવચનમાં સંસ્થાનની શું કામગીરી છે તેનાં ઉપર પ્રકાશ પાડતાં વિગતો આપી હતી.

પ્રાસંગિક પ્રવચન આપતાં યાકુબભાઇનાં મિત્ર નિધી સ્કુલનાં આચાર્ય મહેશભાઇ ઠાકરે પોતાના બચપણનાં તેમની સાથેના શાળા કોલેજનાં સંસ્મરણોને યાદ કરાવી. યુવાવસ્થાની તેમની ગાઢ દોસ્તી હોઇ અશ્રુભીની આંખે યાદ તાજી કરી હતી. ઇનરવ્હીલ કલબ ભરૂચનાં પ્રમુખ શ્રીમતિ રીઝવાનાબેન જમીનદારે કોઇપણ સંજાગો વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત હારવી નર્હિ ધગશ, મહેનત અને ઇચ્છા થી ધ્યેય પ્રાપ્ત થાય છે.

ડે. મેયર યાકુબભાઇ પટેલે ગમે તેવા સંજોગોમાં પણ મા-બાપ, વડીલો, બુર્ઝુંગોની સેવા ચાકરી કરવી જોઇએ તેમને સન્માનની નજરે જોવા જોઇએ. મહેનત, લગન ઇચ્છાશકિત સાથે તેઓના આશિવાદની દુઆઓની ખાસ જરૂરી છે. જેના થકી ઇશ્વર, ખુદા અનેરી સિધ્ધી અર્પણ કરે છે. પોતે ગમે તેટલા ઉંચા હોદા ઉપર હોય અભિમાન ન કરવું જોઇએ પોતાના થકી સમાજની સેવા સતત કરતા રહેવું જોઇએ.

કાયક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનાં હસ્તે પેટા કેન્દ્ર ઝાડેશ્વર ખાતે પાસ થયેલ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો તથા સ્કીલહબનાં તાલીમાથી બહેનોને ટી શર્ટ અર્પણ કરવામાં આવ્યા હતા. ખૂબજ ટૂકાગાળામાં રોટરી કલબ ઓફ વાગરા ધ્વારા ઉમદા કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા.જેએસએસ ભરૂચ તરફથી અધ્યક્ષ ફિરદોસબેન મંન્સુરી ઉપાધ્યક્ષ પ્રિતીબેન દાણી સભ્યો ઇન્દીરાબેન રાજ,કરસનભાઇ રોહિત તથા મહેશભાઇ ઠાકર, રૂષિભાઇ દવે વગેરેની ઉપથીતીમાં હાજર મહાનુભાવો દ્વારા યાકુબભાઇને સાલ ઓઢાડી સન્માનપત્ર અપણ કરવામાં આવ્યું હતું.

અંતે અધ્યક્ષ સ્થાનેથી બોલતાં નગરપાલિકા ભરૂચનાં પ્રમુખ અમીતભાઇ ચાવડાએ જણાવ્યું કે, જીંદગીએ આપણને મળેલ સૌથી મોટી થાપણ છે તેને એમને એમ વેડફી નાંખવી જોઇએ નહિં. તેમણે આગામી સમયમાં “માય વેલ્યુએબલ ભરૂચ” સ્વચ્છતા અંતર્ગત કામગીરી કરી જીવન સાર્થક કરવાનું છે. અંતે તેમને તથા રીઝવાનાબેન જમીનદારને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા.કાયક્રમનાં અંતે રોટરી કલબ ઓફ વાગરાનાં ઓન.સેક્રેટરી સમીરભાઇ ચૌહાણે સૌ હાજર મહાનુભાવો, મિડિયાગણ, અન્ય સંસ્થાનો, સ્ટાફગણ, બોર્ડ મેમ્બસ, તાલીમાર્થી ભાઇ બહેનો કે જેઓ પોતાનો કિંમતી સમયના ભોગે હાજર રહયા તે બદલ આભાર વ્યકત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

દહેજ માં પડતા ડીજીવીસીએલ લક્ષી પ્રશ્નોની સી.એમ. સહિત મંત્રીઓને કરાઇ રજૂઆત

તા.07/06/2022 ના રોજ લઘુ ઉદ્યોગ ભારતી-દહેજ ઈકાઈ તરફ થી દહેજ માં પડતા ડીજીવીસીએલ લક્ષી પ્રશ્નોની સી.એમ. સહિતના મંત્રીઓને રજૂઆત કરાતા તેમણે તત્કાલ નીકાલ કરવા સુચનો આપ્યા હતા.

દહેજ માં અનિયમિત વીજપૂરવઠા, સ્ટાફનો અભાવ જેવા પ્રશ્નો બાબતે લઘુ ઉદ્યોગ ભારતી- દહેજ ઇકાઇ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ને લઘુ ઉધૌગ ભારતી – દહેજ ના સભ્યો એ રજૂઆત કરી હતી.જેમાં મંત્રી કનુભાઈ દેસાઈ એ તાત્કાલિક ધોરણે ફોન કરી કાર્ય નો તાત્કાલિક નિકાલ કરવા નું આશ્વાસન આપ્યું હતું.

શ્રવણ વિદ્યાધામના 34મા વર્ષનાં મંગલ પ્રવેશ નિમિત્તે યોજાયું નાટય મંચન દ્વારા સત્યનું મંથન

ભરૂચના લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામ દ્વારા 34 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે બે નાટય શો નું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સુરતમાં બનેલી ફેનીલ અને ગ્રીષ્માંની ઘટના પર આધારિત નાટક રજૂ થયું. વર્તમાન સમયમાં બનતી અઘટિત ઘટનાને રોકવા પોલીસ તંત્ર ,ન્યાયાલય અને સરકાર દ્વારા વિશેષ પ્રયાસ થાય છે.શિક્ષણ સંસ્થાઓ પણ આ દિશામાં પ્રશંસનીય પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ કાર્ય હવે સમાજ અને વાલીઓએ પણ ઉપાડવું પડશે એટલે કે આ દિશામાં વિચારવું જ પડશે.

સમાજને એક નવી દિશા મળે તે માટે શ્રવણ વિદ્યાધામ ભરૂચ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી Stop ‘નાટ્યમંચન  થકી સત્યનું મંથન ના બે શો શાળા ના પ્રયાસ દ્વારા ભરૂચ શહેરના નાટ્યગૃહમાં સુરત ના નાટય કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક (Sp) માનનીય ડોક્ટર લીનાબેન પાટીલ પ્રથમ શો માં પોતાના સ્ટાફ સાથે હાજરી આપી. આખા નાટકને જોયું અને નાટ્ય કલાકારો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા, વાલીને પણ ચોક્કસ સંદેશ પાઠવ્યો. વિદ્યાર્થીઓ વાલીગણ અને અન્ય ઉપસ્થિત શ્રોતાજનોને પોતાની વાણીનો વિશેષ લાભ પણ આપ્યો હતો.

જ્યારે બીજા શો માં  ભરૂચ ના લોકલાડીલા ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક માનનીય દુષ્યંતભાઈ પટેલ,નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ નિરલ ભાઈ પટેલ, વિજયભાઈ શાહ,હરિહર ભટ્ટ તેમજ ઘણા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં દીર્ઘક્લીન સેવા આપી અને વય નિવૃત્તિના પરિણામે રીટાયર થયેલ એવા આ શાળાના શિક્ષક, કારકુન અને સેવક નું શાળા ના A1 ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓ દ્વારા મોમેન્ટો અને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરી એમની સેવાને શાળા એ આ તકે બિરદાવી હતી. આ કાર્યક્રમ માં હાજરી આપી તે બદલ વૈભવ બિનીવાલેએ શાળા પરિવાર સહિત તમામ મહેમાનનો ખૂબ ખૂબ  હૃદયથી આભાર માની ભવિષ્યમાં આવી ઘટનાને આપણે સૌ ભેગા મળી કહીયે STOP ની અપીલ પણ કરી હતી.

ભરૂચના સુથિયાપુરા વિસ્તારના લોકોએ ગટર અને સફાઈ મુદ્દે પાલિકા માથે લીધી!

ભરૂચ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા સુથિયાપુરા વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી ગટર અને સફાઈની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત બનતા આખરે કંટાળીને પાલિકા કચેરી ખાતે વિપક્ષના સથવારે આક્રામક રજૂઆત કરી હતી.

સુથિયાપુરા વિસ્તારમાં વખતો વખત ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓને સમસ્યાની રજુઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ લવાયો ન હતો. આખરે ફરી ત્રીજી વાર મંગળવારે સ્થાનિકો વિરોધ પક્ષ કોંગ્રેસને સાથે રાખી પાલિકા ઉપર રજુઆત કરવા ધસી ગયા હતા.

જેમાં વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ,કોંગી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાલા,દિનેશ અડવાણી અને સુથિયાપુરા વિસ્તારના સ્થાનીક લોકોની રજુઆત સાંભળી પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ પણ તાત્કાલિક ધોરણે રહીશોની ગટર અને સફાઈની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા મામલો હાલ પુરતો તો થાળે પડયો હતો.

જંબુસર ટેમ્પા ચાલકે લારી ચાલકને અડફેટે લેતાં મોત

ફોર વ્હીલ ટેમ્પાના ચાલકે પોતાનો ટેમ્પો પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી હાથલારી ચાલકને અડફેટે લેતાં હાથલારી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી  અને તેઓનું મરણ થયું હતું બનાવ અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સવારના ૬/૩૦ થી ૭ ના અરસામાં કાલુભાઇ અહેમદભાઈ ગોરી જો હાથલારી દ્વારા મહેનત મજુરી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે.કાલુભાઇ ગોરી દરરોજના નિયમ મુજબ હાથલારી લઈ  લારીમાં કેરી ભરી રોજગાર અર્થે ડેપો તરફ જતા હતા  તે સમય દરમ્યાન એસટી ડેપો રિંગરોડ પર એક ફોર વ્હિલ ટેમ્પો ચાલકે  પુરપાટ ઝડપે ગફલતભરી રીતે ટેમ્પો  હંકારી લાવી કાલુભાઇ અહેમદ ભાઈ ગોરી તથા લારી સહિત ધડાકાભેર ટેમ્પો અથાડતાં કાલુભાઇ ગોરીને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર કરી હતી.

ગંભીર ઈજાઓને લઈવધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોકટરે કાલુભાઇ ગોરીને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે શબ્બીરભાઇ મહંમદભાઇ દીવાને જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી  જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી  બનાવ સંદર્ભે પીઆઈ કેવી બારીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

મુન્શી આઇ.ટી.આઇ. ખાતે પ્રોજેકટ ઉડાનનો ઉદઘાટન સમારોહ યોજાયો

તારીખ 6-6-22 ને સોમવારના રોજ હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ખાતે બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્રી સશકિત કરણના ભાગ રૂપે અને નારી વર્ગને પગભર કરવાના હેતુસર મહિલાઓને ટેકિનકલ તાલીમ મળી રહે અને ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ પોતાનો રોજ્ગાર મેળવવા સક્ષમ બને તે હેતુસર કેમિકલ ક્ષેત્રે એક તાલીમી વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે “પ્રોજેકટ ઉડાન” ના નામથી પ્રચલિત કરેલ છે.

જેના ઉદઘાટન સમારોહ નો એક પ્રોગ્રામ યોજ્વામાં આવેલ જેમાં બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી ના યુનિટ હેડ રાકેશ ચોક્સી સહીત તેઓની ટીમ હાજર રહી હતી. સાથે-સાથે મુન્શી મનુબરવાલા મનુબરવાલા મેમો. ચેરિટેબલે ટ્રસ્ટ ના ટ્રસ્ટી યુનુસભાઇ પટેલ, કારોબારી સમિતિ ના સભ્ય સલીમભાઇ અમદાવાદી તથા ટ્રસ્ટના CEO સુહેલભાઇ દુકાનદારએ હાજરી આપી હતી. ઉપરાંત પ્રવેશ મેળવેલ વિધાર્થિનીઓ પણ હાજર રહી હતી.

પ્રોગ્રામની શરૂઆત તિલાવતે ક્લામે પાકથી કરવામાં આવી હતી. ત્યાર બાદ સંસ્થાના આચાર્ય આરીફ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવેલ ત્યાર બાદ મેહમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી ના AGM હેમરાજ પટેલ, GM  સાહુ અતુલ Sr.V.P. સુબોધ ગૌતમ અને અંતમાં મુન્શી ટ્રસ્ટના CEO સુહેલ દુકાનદારે આભાર વિધિ કરી હતી.આ સમગ્ર પ્રોગ્રામમાં એનકરીંગ ની ભુમિકા વાય.યુ.મતાદારે નિભાવી હતી. આ પ્રોગ્રામ ને સફ્ળ બનાવવા માટે મુન્શી આઇ.ટી.આઇ.નો સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો.

error: Content is protected !!