The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 101

ભરૂચ:તલાટીઓને જાનથી મારી નાંખવાની ઘમકી અને હૂમલા સંદર્ભે અપાયું આવેદન

ભરૂચ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તલાટીઓને મળતી ઘમકી અને થતા હૂમલા સંદર્ભે આજરોજ જિલ્લા કલેકટર સહિતાના અધિકારીઓને આવેદન પાઠવી કસુરવારો સામે કડક પગલા ભરવા માંગ કરાઇ હતી.

આવેદનમાં ઉલ્લેખાયું છે કે છેલ્લા ૨૫ દિવસમાં ભરૂચ જીલ્લામાં ફરજ પરનાં ત.ક.મંત્રી સાથે મારા મારી અને ધમકી આપવાના ત્રીજો બનાવ તથા તા .૦૭ / ૦૯ / ૨૦૨૧ ના રોજ ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મંડળ દ્વારા મુખ્ય મંત્રી ગુજરાત રાજયનાઓને આપેલ આવેદન પત્ર બાદ પાંચમો બનાવ છે જે ખુબ જ દુખ : દ તથા ગંભીર બાબત છે. આ બનાવને કારણે ભરૂચ જિલ્લાના તલાટી કમ મંત્રી અને ખાસ કરીને તલાટી કમ – મંત્રીઓમાં ખુબજ રોષની લાગણી અને ભયનો માહોલ બનેલ છે.

તલાટી કમ મંત્રીઓ ની સલામતી ના જળવાય જે ખુબજ દુઃખની બાબત છે. આ રીતે ફરજ પરના તલાટીઓને ફરજના ભાગે કામગીરી દરમ્યાન આ રીતે ગેરવર્તુક તથા મારામારી કરવાની ઘટનાઓને લીધે તલાટીઓનુ મનોબળ તુટે છે. જેની અસર આગામી સમયના સરકારી કામગીરી કરવામાં પડી શકે તેમ છે. જેથી ભરૂચ જીલ્લાના તલાટી મંડળની માંગણી છે કે, આ ગુનો આચરનાર ઇસમ સામે તેઓના સામે બિન જામીનપાત્ર ગુન્હો દાખલ કરવા અને કાનુની રીતે કડકમાં કડક કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં કોઇપણ ઇસમ દ્વારા ફરજ પરના તલાટી કમ મંત્રીઓ સાથે તેમજ અન્ય કોઇપણ સરકારી કર્મચારી પર આ પ્રકારની ઘટના ના બને.

ભરૂચ જિલ્લાનું ધોરણ 10નું 64.66 ટકા પરિણામ

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે સોમવારે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ભરૂચ જિલ્લાનું 64.66 ટકા રિઝલ્ટ નોંધાયું છે. બે વર્ષના કોરોના સમયગાળામાં માસ પ્રમોશન બાદ આજે ધોરણ 10નું પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડ જાહેર કરી દીધું હતું. આ અંગે જિલ્લા શિક્ષણ નિરીક્ષક ભારત સલાટે જણાવ્યું કે, ભરૂચ જિલ્લાના 32 કેન્દ્રો ઉપરથી નોંધાયેલા 19 હજાર 515 પૈકી 19 હજાર 344 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 508 છાત્રો પ્રમાણપત્ર મેળવવાને હકદાર થયા છે.

જિલ્લામાં 214 છાત્રોનો A-1 ગ્રેડ, 1061 વિદ્યાર્થીઓનો A-2 ગ્રેડ, 2011નો B-1, 3237નો B-2, 3639નો C-1, 2192નો C-2 અને 157 વિદ્યાર્થીઓનો D ગ્રેડ આવ્યો હતો. જિલ્લામાં બે દિવ્યાંગ બાળકો પણ કૃપા ગુણથી ઉત્તીર્ણ થયા હતા. જ્યારે એક વિષયમાં 3654 અને બે વિષયમાં 3182 છાત્રો નાપાસ થયા છે.

કેન્દ્રોવાર પરિણામ ઉપર એક નજર કરીએ તો સૌથી વધુ થવા કેન્દ્રનું 80.48 અને સૌથી ઓછું રાજપારડીનું 35.12 ટકા રિઝલ્ટ રહ્યું હતું. જ્યારે અંકલેશ્વર 72.38, જીઆઇડીસી 76.70, ભરૂચ 52.32, ઝાડેશ્વર 61.68 ટકા પરિણામ આવ્યું હતું. જિલ્લાની એકપણ શાળાનું 0 ટકા પરિણામ નોંધાયું નથી. 100 ટકા પરિણામ 12 શાળાઓએ હાંસલ કર્યું હતું. જ્યારે 26 સ્કૂલનું 30 ટકાથી ઓછું રિઝલ્ટ રહ્યું હતું.

સામલોદની ઘો.૧૨ની વિદ્યાર્થીની કુ.રિયા સોલંકીએ ૭૬% મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

ભરૂચ જિલ્લા માં આવેલ સામલોદ ગામ માં આવેલી એમ.પી. વિદ્યાલય માર્ચ.2022 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સારું આવેલ છે.

સામલોદની એમ.પી. વિદ્યાલય ની સિદ્ધિ એ છે કે આ શાળા ની વિષાર્થીની કુ.રિયા ધીરજભાઈ સોલંકી જેણે 76 ટકા મેળવી સમગ્ર સામલોદ ગામ નું તથા વિધાલય નું ગૌરવ વધાર્યું તે બદલ વિધાર્થીની તથા તેમના વાલીને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. આગળ ખૂબ પ્રગતિ કરે એવી મિત્રવર્તુળ અને શાળા તેમજ ગ્રામજનો દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.

37 ગ્રામ ચરસ અને 6 બોટલો સાથે સલમાન અને સોહેલને ઝડપી પાડતી ભરૂચ SOG

ભરૂચ SOGના હાથે સલમાન અને સોહેલ નામના બે શખ્સો 37 ગ્રામ ચરસ અને 6 બોટલો સાથે ઝડપાયા છે. પોલીસે પ્રોહીબિશન અને નાર્કોટિક્સ એક્ટ હેઠળ બે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ભરૂચથી સુરત વચ્ચે 4 ચેકપોસ્ટ કાર્યરત કરી દીધી હતી. જેથી કરી આર્થિક, સામાજિક અને નશાકીય ગુનાખોરી ઉપર અંકુશ લાવી શકાય. આ દરમિયાન શનિવારે સાંજે અંકલેશ્વર તરફથી ઇકો ગાડી લઈ ડ્રાઈવર સલમાન અને તેનો મિત્ર સોહેલ આવી રહ્યા હતા. જેઓને ભરૂચ એસ.સો.જી. એ નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડે અટકાવ્યા હતા.

સોહેલના ખિસ્સામાંથી 37 ગ્રામ ચરસ કિંમત રૂપિયા 5050 તેમજ ઇકો ગાડીમાંથી બ્લેક ડોગ, વેટ 69, બ્લેક એન્ડ વ્હાઇટ, બેલેન્ટાઇન, ગ્લેની બ્લેન્ડેડ સ્કોચ અને બિયરનું એક ટીન મળી રૂપિયા 13 હજાર 480ની 6 બોટલો મળી આવી હતી.

SOGએ ચરસ, દારૂ-બિયર, 2 મોબાઈલ અને ઇકો ગાડી જપ્ત કરી કુલ રૂપિયા 2.18 લાખના મુદ્દામાલ સાથે ભરૂચની હુસેનિયા સોસાયટીમાં રહેતા સોહેલ હસનઅલી પટેલ અને વસીલા સોસાયટીમાં હલીમા પાર્કમાં રહેતા સલમાન લીયાકત ખીલજીની ધરપકડ કરી છે. બન્ને આરોપી સામે નાર્કોટિક્સ તેમજ પ્રોહીબિશન એક્ટ હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ મથકે બે ગુના નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. ચલાવી રહી છે.

આમોદ તાલુકાના નવા કોબલા ગામના યુવાને અંગ દાન કરી ગામનું ગૌરવ વધાર્યું

  • બે કીડની એક હૃદયનું દાન કરી ત્રણ લોકોની જીદંગી બચાવી.

આમોદ તાલુકાના નવા કોબલા ગામના યુવાનને ગત ૩૧ મી મે ના રોજ અકસ્માત થતાં તેઓ બ્રેઈન ડેડ થઈ ગયા હતાં.જેથી અમદાવાદ અમદાવાદ સિવિલના તબીબ અધિક્ષક તથા આમોદ અને ભરૂચના સંતોના કહેવાથી મૃતક રાઠોડ સમાજના પરિવારે અંગદાન કરતાં ત્રણ લોકોને નવજીવન અર્પણ કર્યું હતું.એક ગરીબ પરિવારના રાઠોડ સમાજના યુવાને અંગદાન કરતાં ગામનું ગૌરવ વધાયું હતું.

આમોદ તાલુકાના નવા કોબલા ગામનો યુવાન કિરણ રાઠોડ ૩૧ મી મે ના રોજ બાઇક લઈને દૂધ ભરવા માટે કોબલા ગામે જતો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતાં તેને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને સૌ પ્રથમ ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.ખાતે રીફર કરવામાં આવ્યો હતો.પરંતુ ત્યાં તેની તબિયત વધુ બગડતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબ અધિક્ષકે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.

ત્યાર બાદ તબીબે આમોદના નાહીયેર ગુરુકુળના સંત પૂજ્ય ડી.કે.સ્વામી તેમજ ભરૂચના મુક્તાનંદ સ્વામીનો સંપર્ક કરી યુવાનના અંગદાન કરવા અંગેનો પ્રસ્તાવ કર્યો હતો.જે બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મૃતક કિરણ રાઠોડના પરિવારજનોને તેના અંગદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.જેથી પરિવાર જનોએ તેના અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેના ત્રણ અંગો એક હૃદય અને બે કીડનીનું દાન કરવામાં આવ્યું હતું.અને અંગદાનથી ત્રણ લોકોને નવી જીદંગી આપવામાં આવી હતી.

* વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયાની ફરી એકવાર ઘરવાપસી, જોડાયા ભાજપમાં

-કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેસ પહેરાવી આવકાર આપ્યો

-ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા પણ રહ્યા ઉપસ્થિત

ભરૂચના પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયાની ફરી એકવાર ઘરવાપસી થઈ છે. ખુમાનસિંહ વાંસિયા ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલય ખાતે અધ્યક્ષ સી.આર.પાટિલે તેમણે ખેસ તેમજ ટોપી પહેરાવી પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ઘરવાપસી કરી છે અને ફરીએકવાર ભાજપમાં જોડાયા છે.આજરોજ બપોરે 12 કલાકે તેઓએ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો હતો.ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલએ તેમને  ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,આગેવાન ભારત ડાંગર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ખુમાનસિંહ વાંસીયાએ જણાવ્યુ હતું કે તેઓએ જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ રહ્યો છે. તેઓએ મોદીજી સાથે સ્કૂટર પર બેસી વડોદરાથી વાપી સુધીનો પ્રવાસ ખેડતા હતા. વિધાનસભાની ચૂંટણી પૂર્વે પક્ષને મદદરૂપ થવાના આશય સાથે તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આ બદલ તેઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ

  • 21 વિદ્યાર્થીઓના A-1 ગ્રેડ, 963 નાપાસ

ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76 અને ઝઘડિયાનું સૌથી ઓછું 77.41 ટકા રિઝલ્ટ નોંધાયું છે.

બે વર્ષ કોરોના કાળ બાદ શનિવારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. ભરૂચ જિલ્લામાં 6004 નોંધાયેલા પૈકી 5964 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાના 5061 છાત્રો પાસ થતા પરિણામ 84.52 ટકા રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં A-1 ગ્રેડમાં 21, A-2માં 278 અને B-1માં 970 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. કેન્દ્રવાર જોઈએ તો અંકલેશ્વરનું 85.48 ટકા, ભરૂચ 80.84, ઝાડેશ્વર 82.84, જંબુસર 82.78, હાંસોટ 82.17, વાલિયા 75.99, આમોદ 90.95, દયાદરા 85.96 અને થવા કેન્દ્રનું 93.90 ટકા પરિણામ નોંધાયું છે.

ગણેશ સુગર સંઘર્ષ સમિતિના આગેવાન અને ભારતીય જનતા કિસાન સેલના ઉપપ્રમુખ વીજચોરીમાં ઝડપાયા

  • 276 જેટલા કનેક્શન નું ચેકિંગ હાથ ધરાયું

આજરોજ ડિજીવીસીએલ કંપનીના અંકલેશ્વર વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર તથા વડી કચેરીથી ગોઠવવામાં આવેલ ચેકીંગ ડ્રાઈવમાં કુલ સાત ટીમોએ વાલિયા સબ ડિવિઝનના તાબ હેઠળ આવતા જબુગામ, મેરા, ભરાડીયા, મોખડી, ગામોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં આશરે 276 જેટલા કનેક્શનનું ચેકીંગ હાથ ધરાતા, મેરા ગામના ગણેશ સુગર સંઘર્ષ સમિતિના આગેવાન અને ભારતીય જનતા કિસાન  સેલના ઉપપ્રમુખ નટવરસિંહ છત્રસિંહ સોલંકી, ગૌરાંગસિંહ ખુમાનસિંહ સોલંકી, ભરતસિંહ છત્રસિંહ સોલંકી, અર્જુનસિંહ ચીમનભાઈ સોલંકી તથા અન્ય વીજ ગ્રાહકો વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. ડીજીવીસીએલ એ આજે આશરે 2 લાખ 60 હજાર જેટલાની વીજ ચોરી ઝડપી પાડી હતી.

જંબુસરના રોડ ઉપર મીઠું ઢોળવાનો સિલસિલો યથાવત,અગરિયાઓ બેફામ!

જંબુસર તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના મીઠાના અગરો માંથી મીઠા ભરેલી ટ્રકો જંબુસરના માર્ગો પરથી પસાર થાય છે,  જેમાંથી મીઠું રોડ પર ઢોળાય છે. જે અંગે રજુઆતો કરવા છતાં પરીણામ શુન્ય અગરિયાઓ બેલગામ હોય તેમ ચર્ચાનો વિષય બન્યા છે.

તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં મોટાપાયે મીઠા ઉદ્યોગ ધમધમી રહ્યાં છેજે મીઠું ઉત્પાદન કરી ટ્રકો દ્વારા સપ્લાય કરવામાં આવે છે ટ્રકોમાં ઓવરલોડ મીઠુ ભરી વહન કરવામાં આવતું હોય જંબુસર નગરના માર્ગો પરથી પસાર થતા સમયે રોડ પર મીઠું વેરાયેલું નજરે પડે છે. ટ્રકોમાંથી પુષ્કળ પ્રમાણમાં મીઠું ઢોળાય છે. જાણે રોડ જ મીઠાનો બનેલો હોય તેવું ભાસે છે  અગાઉની રજુઆતોના પગલે ગતરોજ આરટીઓ અધિકારીએ ચેકીંગ હાથ ધર્યું હતું. તો બે ત્રણ દિવસ ગ્રામજનોને મીઠાની ટ્રકો ને લઇ મીઠાથી રાહત મળી હતી  ફરી પાછું અગરિયાઓ જાણે બેલગામ હોય તેમ ફરી ઓવરલોડ મીઠાની ટ્રકો માંથી મીઠું  ઢોળાવાનો સિલસિલો ચાલુ થયો છે જંબુસર ભરૂચ રોડ ડેપોથી પ્લાઝા જતા રોડ પર મીઠું ઢોળાયેલું નજરે પડે છે. વહેલી તકે ટ્રક માલીકો વિરૂધ્ધ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

વડાપ્રધાનના 8 વર્ષના સેવા સુશાસનની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 8 વર્ષ પૂર્ણ કરતા સેવા અને સુશાસનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી.

ભારતમાં અને ભરૂચમાં આ 8 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારના શાસનમાં થયેલા કાર્યો અને દરેક યોજનાઓની વિસ્તૃત જાણકારી સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ આપી હતી.

ભરૂચ જિલ્લામાં વિધાનસભા અને લોકસભા મત વિસ્તાર મુજબ સાકાર થયેલા અનેક પ્રકલ્પો, આગામી યોજનાનો ચિતાર અપાયો હતો. સાથે આગામી સમયમાં રિવરફ્રન્ટ, અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, નવા ફ્લાયઓવર, નોન પ્લાન રસ્તા, લિવેબલ ભરૂચ, એર સ્ટ્રીપ સહિતની વિગતવાર માહિતી અપાઈ હતી.

ભરૂચ જિલ્લા ભાજપ અને તેના વિવિધ મોરચા દ્વારા 5 જુનથી 15 જૂન સુધી 8 વર્ષ વડાપ્રધાનના સુશાસન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવા જઇ રહ્યાં છે. સાથે જ 10 અને 12 જૂને ખેલે સાંસદ ખેલ પ્રતિયોગીતાનું પણ આયોજન કરાયું છે.

પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ સહિત સાથે મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યાં હતાં.

error: Content is protected !!