જેસીઆઈ અંકલેશ્વરે ડેકન કંપનીના સહયોગથી પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા નવા દીવા ગામમાં આંખ તથા દાંતના નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

અંકલેશ્વરમાં કાર્યરત જેસીઆઈ સંસ્થા અને ડેકન કંપનીના સહયોગથી નવા દીવાની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આંખ અને દાંતના નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જયાબેન મોદી હોસ્પિટલના ડો.અંજનાબેન તથા ડેન્ટલ મોદી ક્લિનિકના ડો.પ્રિયંકાએ બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં દરેકે બાળકોના દાંતની તપાસ કરીને તેમને ડેન્ટલ કીટ એટલે કે એની અંદર પેસ્ટ, બ્રશ, તથા ટંક ક્લીનર આપવામાં આવ્યું હતું. જ્યારે બાળકોની આંખની તપાસ કરીને જ્યાં સુધી રાહત ના મળે ત્યાં સુધી સારવાર કરી આપવામાં આવશે. આ કેમ્પમાં અંદાજીત 615થી વધારે વિદ્યાર્થી બાળકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે ડેકેન કંપનીના હેડ પરાગભાઈ, ઝોન વાઈસ પ્રેસિડન્ટ જે સી વિકાસ પટેલ, જોન ડાયરેક્ટર પબ્લિક રિલેશન જેસી તેજસભાઈ, ઝોન કોર્ડીનેટર જેસી હેમલ પંચાલ, જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ એક્ઝિટિવ વાઇસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, પ્રાથમિક શાળા નવા દીવાના આચાર્ય હિતેશભાઈ, માધ્યમિક શાળાના આચાર્ય હિરલબેન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here