ભરૂચના મનુબર રોડ પર માર્ગ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પૂરઝડપે જતી એક કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા કિનારે પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


મનુબર રોડ પરથી પસાર થઈ રહેલી એક સફેદ કલરની કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. કાર પૂરઝડપે રસ્તા પરથી નીચે ઊતરીને પલટી મારી જતાં ધૂળની ડમરીઓ ઊડી હતી અને કાર ઊંધી પડી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તેમજ વાહનચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે કારને નુકસાન પહોંચ્યું હતું, જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here