ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને શ્રવણ વિદ્યાધામ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શ્રવણ વિદ્યાધામના આશરે 400 વિદ્યાર્થીઓ દ્વારા ભરૂચના માતરિયા તળાવ ખાતે કુદરતી સૌંદર્ય વચ્ચે ‘વિકસિત ભારત 2047’ની થીમ પર વિશાળ માનવ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં 400 જેટલા વિદ્યાર્થીઓએ એકતાબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે માનવ આકૃતિની રચના કરીને ‘વિકસિત ભારત 2047’નો સંદેશ અનોખી રીતે રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓની આ સર્જનાત્મક પ્રવૃત્તિએ ઉપસ્થિત મહાનુભાવો અને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડૉ. દિવ્યેશભાઈ પરમાર, જૈમીનીબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ, શાળાના ટ્રસ્ટી વૈભવ બીનેવાલે તથા શાળાના આચાર્ય સુનિલ ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here