ભરૂચના જંબુસર શહેરમાં બેન્ક ઓફ બરોડા નજીક એક્ટિવા અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અકસ્માતમાં શ્વેતાબેન સંજયસિંહ યાદવનું મોત થયું છે.

શ્વેતાબેન જંબુસર તાલુકાના કાવા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા હતા.અકસ્મતની ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે મૃતદેહને કબજામાં લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here