અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર કિચન કબાના હોટલ પાસે એક અકસ્માત થયો હતો. જેમાં એકટીવાને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા  એક યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.આ અકસ્માતમાં 20 વર્ષીય યુવતીનું મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.

આ ઘટનામાં મૃતક યુવતીનું નામ કવિતા ડામોર હતું. તે મૂળ મધ્ય પ્રદેશની હતી. કવિતા અને અન્ય બે લોકો કામ માટે પાનોલીની કામધેનુ એસ્ટેટ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અકસ્માત કરીને ભાગી ગયેલા અજાણ્યા વાહનચાલકની શોધ કરી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here