ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ ઓક્ટોબર હીટ પોતાનો અસલી મિજાજ બતાવી રહી છે. ચોમાસાની સત્તાવાર વિદાય બાદ ભરૂચમાં ઠંડી અને ગરમીની બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

ભરૂચ શહેર અને આસપાસના જીઆઇડીસી વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો, જેના કારણે બપોરના સમયે કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટે નાગરિકોને બાનમાં લીધા હતા.

સવારના સમયે અનુભવાતી આછી ગુલાબી ઠંડી બાદ બપોરે સૂર્યનારાયણ આકરા પાણીએ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. સ્વચ્છ અને સૂર્યપ્રકાશવાળું રહ્યું હતું.હવામાં ભેજનું પ્રમાણ અંદાજે 47% થી 50% ની વચ્ચે નોંધાતા ગરમીનો પ્રકોપ વધુ આકરો લાગતો હતો. 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશને કારણે બજારો અને મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here