ઝાડેશ્વર સબ સ્ટેશન હેઠળ આવતા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં તા: તા: 22.10.2026 ગુરૂવારના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી ૧૧ કેવિ ચામુંડા મંદિર ફીડર પર આવતા વિસ્તારમાં સવારે ૮.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જેમાં નારાયણ હોસ્પિટલ, ચિત્રકૂટ સોસાયટી, શ્રીનીકેતન સોસાયટી, હિલવ્યું એપાર્ટમેંટ, મંગલ દર્શન સોસાયટી, SLD નિરવાના, આલેખ સોસાયટી, રાજલક્ષ્મી સોસાયટી,અયપ્પા સ્કૂલ, શ્રીજી દર્શન સોસયટી, ગણેશપુરી, અરૂણોદય બંગલો, દ્વારકાધીશ એપાર્ટમેંટ, શ્રી હરી બંગલો, તેમજ ચામુંડા મંદિર અને તેની આસપાસના તમામ વિસ્તાર વિજ પૂરવઠો બંધ રહેશે તેમજ કામ પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની અગાઉ જાણ કર્યાં વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામા આવશે જેની સૌ ગ્રાહક મિત્રોને નોંધ લેવા નાયબ ઈજનેર,પૂર્વ પેટા વિભાગીય કચેરી,ભરૂચ દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here