- ઉમરપાડા નાં અગ્રણી IAS Retd.જગતસિંહ વસાવા દ્વારા લખાયો મુખ્યમંત્રી ને પત્ર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને માંગરોળ ઉમરપાડા ના અગ્રણી એવા ASI Retd.જગતસિંહ વસાવા દ્વારા IPS અધિકારી મનોજ અગ્રવાલ જેઓ રાજકોટ મ્યુ.કોર્પોરેશનનો હાલ Commissioner of Police નો હોદો ધારણ કરે છે. તેની સામે બી.જે.પી.નાજ ધારાસભ્ય ગોવિંદ પટેલે રૂ/-૭૫ લાખ લોકો પાસેથી વસુલવાનો ગંભીર આક્ષેપ કરેલ છે. જે ભ્રષ્ટાચાર નો એક નમુનો છે.
ભાજપ સરકાર હું ખાતો નથી અને ખાવા દેતો નથી એવા નરેન્દ્ર મોદીના સુત્ર સાથે સત્તા પર આવેલ છે, તો આવા ભ્રષ્ટાચારી અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઇએ જે આજે ૬ દિવસ થવા છતાં નોકરી માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ નથી જે ગંભીર બાબત છે. જેને લઇને ASI Retd.જગતસિંહ વસાવા દ્વારા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા માંગણી કરવામાં આવી હતી.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા