ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામ નજીક નદી કિનારેથી વિકૃત હાલતમાં એક મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામ નજીક આવેલ તપોવન આશ્રમના નદી કિનારેથી એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નર્મદા નદીના પાણીમાં તરતી અને વિકૃત હાલતમાં એક વૃદ્ધનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકો ટોળે વળ્યા હતા, જ્યાં નાવિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ધર્મેશ સોલંકી અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી મૃતદેહને હેમખેમ પ્રકારે નાવડી દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે મૃતદેહ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here