ખેલ મહાકુંભ-2026 અંતર્ગત ભરૂચના જિલ્લા રમત સંકુલ ખાતે બહેનોની તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા અંડર-14, અંડર-17 અને ઓપન કેટેગરીમાં રમાઈ હતી. તેમાં કુલ 34 ટીમોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

સ્પર્ધાના શુભારંભ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું અને રમતગમતને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રમતગમતથી શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સ્વસ્થતા, શિસ્ત અને આત્મવિશ્વાસ પણ વધે છે.

જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના અધિકારી રાજનસિંહ ગોહિલે સ્પર્ધાના આયોજન માટે બધી વ્યવસ્થા કરી હતી. આ સ્પર્ધા દ્વારા બહેનોને પોતાની રમતગમતની આવડત બતાવવા અને આગળ વધવા માટે એક મંચ મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here