ભરૂચના નર્મદાનગર સ્થિત જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે ગાંધી જયંતિના અવસરે યોગ અને ધ્યાન શિબિર યોજાઈ હતી. આ શિબિર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત કરાઈ હતી.
વહેલી સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન યોજાયેલી શિબિરમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ હાજર રહ્યા હતા. સૌએ વિવિધ યોગાસનો અને ધ્યાનની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.

આ પ્રસંગે નિયમિત યોગ અને ધ્યાનને દૈનિક જીવનનો ભાગ બનાવી શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવવા સંદેશ અપાયો. જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ અને પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનોએ પણ યોગાભ્યાસ કર્યો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં યોગ, ધ્યાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here